ગુજરાતમાં વધી રહેલા ચાંદીપુરા વાયરસના કહેરને લઈને સરકાર અને આરોગ્ય તંત્ર સતર્ક થઈ ગયું છે. આ વાયરસથી અત્યાર સુધીમાં આઠ દર્દીઓના મોત નિપજ્યાં હોવાનું પણ આરોગ્ય મંત્રી દ્વારા જણાવાયું છે. આજે અમદાવાદમાં પણ એક બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગામડાંમાંથી શહેરમાં પ્રવેશેલા ચાંદીપુરા વાયરસના કહેરને રોકવા માટે આરોગ્ય તંત્ર દ્વારા સતત દવાનો છંટકાવ શરૂ કરવામાં આવ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 63 જેટલા શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. જેને લઈને સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે. 

ચાંદીપુરા મુદ્દે આરોગ્ય મંત્રીનું નિવેદન

https://www.instagram.com/reel/DbA8tDgD1Ya/?igsh=MTZ5YnNrOXE1YzV5dQ%3D%3D


કુલ 12 પોઝિટીવ કેસ અને 8ના મોત નિપજ્યા

આજે ચાંદીપુરા વાયરસના વધી રહેલા કહેરને લઈને આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યમાં ફેલાઈ રહેલા ચાંદીપુરા વાયરસને રોકવા માટે ચર્ચાઓ કરવામાં આવી હતી. તેમજ આરોગ્ય વિભાગ દ્વારા લેવાયેલા પગલાંની સમીક્ષા પણ કરાઈ હતી. આ બેઠક બાદ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, રાજ્યભરમાં આરોગ્ય વિભાગની ટીમો સક્રિય છે. દવાનો છંટકાવ સતત કરાઇ રહ્યો છે.અત્યાર સુધી 63 શંકાસ્પદ કેસ જોવા મળ્યા છે જેમાથી કુલ 12 પોઝિટીવ કેસ અને 8ના મોત નિપજ્યા છે. શંકાસ્પદોના તપાસ માટે જે સેમ્પલ લેવામાં આવ્યા છે તેમાંથી 8 સેમ્પલના રિપોર્ટ આવવાના બાકી છે અને 2 પોઝિટિવ બાળકને હોસ્પિટલમાંથી રજા આપવામા આવી છે. રાજ્યમાં ઠેરઠેર આરોગ્ય વિભાગની ટીમ સતત કામ કરી રહી છે.

ગુજરાત ચાંદીપુરા વાયરસ

ચાંદીપુરા વાયરસ શેનાથી ફેલાય છે?

ચાંદીપુરા વાયરસ સેન્ડફ્લાય (Sandfly) નામની અત્યંત નાની માખી કરડવાથી ફેલાય છે.આ ઘાતક માખીઓ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોના કાચા ઘરોની દીવાલોની તિરાડો, છિદ્રો અને ભેજયુક્ત લીંપણવાળા વાતાવરણમાં જોવા મળે છે. આવી જગ્યાએ જ આ ચેપ ફેલાવતી માખીઓ ફુલેફાલે છે.

આ ચેપી રોગનાં લક્ષણો

આ રોગમાં બાળકને શરૂઆતમાં અચાનક તીવ્ર તાવ આવે છે. તાવ આવ્યા બાદ સતત ઝાડા ઉલ્ટી થવી,શરીરમાં ખેંચ આવવી જેવા લક્ષણો જોવા મળે છે. પરિસ્થિતિ વધુ બગડતાં બાળક અર્ધબેભાન કે સંપૂર્ણ બેભાન પણ થઈ શકે છે.આ લક્ષણો એટલા ઝડપી અને ઘાતક હોય છે કે જો આવા લક્ષણો દેખાયાના 24થી 48 કલાકની અંદર તાત્કાલિક તબીબી સારવાર ન મળે તો બાળકનું મૃત્યુ થવાનું જોખમ પણ રહેલું છે.

આ પણ વાંચોઃ Ahmedabad News: ગુજરાતમાં જૈશ એ મોહમ્મદનું મોડ્યુલ ઝડપાતાં શંકાસ્પદ મદરેસાઓમાં તપાસ તેજ