ગાંધીનગર જિલ્લાના છત્રાલ GIDC વિસ્તારમાંથી આરોગ્ય સાથે ચેડાં કરતું એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. ગુપ્ત માહિતીના આધારે પોલીસે છત્રાલ GIDCમાં આવેલી એક ફેક્ટરી પર રેડ કરીને મોટા પાયે ચાલી રહેલું નકલી ઘી બનાવવાનું કારખાનું ઝડપી પાડ્યું છે. આ રેડ દરમિયાન ફેક્ટરીની અંદરથી હજારો લીટર નકલી ઘીનો જથ્થો મળી આવતા પોલીસ તંત્રે આખી ફેક્ટરી અને જથ્થાને સીલ કરી દીધો છે.

મોટા બોઇલર અને કેમિકલ્સનો ઉપયોગ કરીને બનતું હતું નકલી ઘી

રેડ દરમિયાન ફેક્ટરીમાંથી નકલી ઘી બનાવવા માટે વપરાતા મોટા-મોટા બોઇલર અને પ્રોસેસિંગ મશીનરી મળી આવી છે. આ સિવાય, નકલી ઘીના પેકિંગ અને સંગ્રહ માટે મોટા પ્રમાણમાં ડબ્બાઓ તથા અંદાજિત 1500 થી વધુ નકલી ઘીથી ભરેલી બોટલો સ્થળ પરથી સીલ કરવામાં આવી છે. આ ઘી શુદ્ધ દૂધમાંથી નહીં, પરંતુ ખતરનાક કેમિકલ્સ અને એસેન્સનો ઉપયોગ કરીને બનાવવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે.

Gandhinagar News: Duplicate Ghee Factory Busted in Chhatral GIDC

RM Enhancer - BT Negative કેમિકલના સ્ત્રોત અંગે તપાસ તેજ

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, નકલી ઘીમાં સુગંધ અને ટેક્સચર લાવવા માટે "RM Enhancer - BT Negative" નામના કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ ખતરનાક કેમિકલ ક્યાંથી અને કોના દ્વારા સપ્લાય કરવામાં આવતું હતું. તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. ફેક્ટરીમાંથી મળેલા નકલી ઘીના સેમ્પલ લઈને લેબોરેટરી તપાસ માટે FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)માં મોકલી આપવામાં આવ્યા છે.

Gandhinagar News: Duplicate Ghee Factory Busted in Chhatral GIDC

આરોપી જનક ભાવસાર સામે કાયદાકીય સકંજો કસાશે

આ સમગ્ર નકલી ઘી કૌભાંડ પાછળ મુખ્ય આરોપી જનક ભાવસાર હોવાનું સામે આવ્યું છે. FSLનો સત્તાવાર રિપોર્ટ આવ્યા બાદ આરોપી જનક ભાવસાર વિરુદ્ધ કાયદાકીય સકંજો કસીને કડકમાં કડક ધારા હેઠળ ગુનો નોંધવામાં આવશે. નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ખીલવાડ કરનારા આ આખા નેટવર્ક અને તેના વેચાણ સાથે સંકળાયેલા અન્ય લોકો સુધી પહોંચવા પોલીસે કાનૂની તજવીજ તેજ કરી છે.


આ પણ વાંચો - Gandhinagar News : છત્રાલ GIDCમાં નકલી ઘી ઝડપાવા મુદ્દે IG વિરેન્દ્રસિંહ યાદવનું મોટું નિવેદન, જાણો શું કહ્યું...