ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા અને કેનેડાના સફળ પ્રવાસ બાદ ગુજરાત પરત ફર્યા છે.આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 અંતર્ગત રાજ્યમાં વધુમાં વધુ વૈશ્વિક રોકાણ આકર્ષવાનો હતો.પોતાના પ્રવાસ દરમિયાન તેમણે વિદેશી ઉદ્યોગપતિઓ,ટેક્નોલોજી ક્ષેત્રના નિષ્ણાતો, રોકાણકારો અને એનઆરઆઈ (NRI)ગુજરાતી ડાયસ્પોરા સાથે શ્રેણીબદ્ધ મહત્વપૂર્ણ બેઠકો યોજી હતી.

રાજ્યમાં ઉદ્યોગો સ્થાપવા હાકલ કરી

બેઠકો દરમિયાન મુખ્યમંત્રીએ ગુજરાતની ઔદ્યોગિક પ્રગતિ અને રોકાણ માટે સાનુકૂળ વાતાવરણ અંગે રજૂઆત કરી હતી.તેમણે સેમિકન્ડક્ટર, ફિનટેક, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI),ડેટા સેન્ટર, ફાર્માસ્યુટિકલ, મેન્યુફેક્ચરિંગ અને નવીન ટેક્નોલોજી જેવા ઉભરતા ક્ષેત્રોમાં રોકાણ કરવા વિશ્વના રોકાણકારોને ખાસ આમંત્રણ આપ્યું હતું.તેમણે વિદેશમાં વસતા ગુજરાતીઓને પણ પોતાના માતૃભૂમિના વિકાસમાં ભાગીદાર બની રાજ્યમાં ઉદ્યોગો સ્થાપવા હાકલ કરી હતી.

રોજગારીની અસંખ્ય નવી તકો ઊભી કરવાનો ધ્યેય

અમેરિકા અને કેનેડાનો આ પ્રવાસ ગુજરાતને વૈશ્વિક ઉદ્યોગ અને ટેક્નોલોજીના નકશા પર વધુ મજબૂત સ્થાન અપાવવાની દિશામાં મહત્વનો પ્રયાસ સાબિત થશે. હવે રાજ્ય સરકારની નજર આગામી 'વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027' પર છે, જે દ્વારા વિશ્વભરના રોકાણકારોના માધ્યમથી રાજ્યમાં નવા ઉદ્યોગો, આધુનિક ટેક્નોલોજી અને રોજગારીની અસંખ્ય નવી તકો ઊભી કરવાનો ધ્યેય રાખવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ Sandesh Digital Exclusive : નેપાળમાં વિનાશક પૂરની દુર્ઘટના પહેલા જ ગુજરાતના પ્રવાસીઓએ છોડી હતી જગ્યા, જાણો કેવી હતી સ્થિતિ?