વિક્રમ સંવતના નૂતન વર્ષ (બેસતા વર્ષ) ના માંગલિક પ્રારંભ નિમિત્તે ગાંધીનગર સ્થિત મુખ્યમંત્રી નિવાસસ્થાને સ્નેહ મિલન અને પરસ્પર શુભેચ્છા મુલાકાતનો ઉત્સાહપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નૂતન વર્ષના પ્રથમ દિવસે વહેલી સવારથી જ રાજ્યના વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો, જનપ્રતિનિધિઓ, અધિકારીઓ અને પ્રજાજનો સાથે રૂબરૂ મુલાકાત કરીને નૂતન વર્ષાભિનંદન પાઠવ્યા હતા.
મુખ્યમંત્રી નિવાસસ્થાને સ્નેહ મિલન
મુખ્યમંત્રીએ સૌના જીવનમાં નવું વર્ષ સુખ, શાંતિ, ઉત્તમ સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ લઈને આવે તેમજ ગુજરાત વિકાસની નવી ઊંચાઈઓ સર કરે તેવી મંગલકામનાઓ વ્યક્ત કરી હતી.રાજ્ય સરકારના સચિવાલયના વરિષ્ઠ સચિવો, ઉચ્ચ આઈપીએસ-આઈએએસ અધિકારીઓ, પૂર્વ અધિકારીઓ તેમજ સચિવાલયના વિવિધ સંવર્ગના કર્મચારીઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.
