ગુજરાતમાં બજેટની તૈયારીઓને લઈને બીજા દિવસે પણ બેઠકોનો દોર યથાવત રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વરિષ્ઠ સચિવો તેમજ વિવિધ વિભાગના વડાઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીએ રાજ્યના કુલ 16 વિભાગોની કામગીરીની ઝીણવટભરી સમીક્ષા હાથ ધરી હતી. બજેટ હેઠળ થયેલી કામગીરીનો સમગ્ર હિસાબ મેળવીને તેમણે વિભાગોના યોજનાકીય લક્ષ્યાંકોની પ્રગતિ તપાસી હતી.

વિભાગની કામગીરીની વિસ્તૃત સમીક્ષા હાથ ધરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના વિવિધ વિભાગોની આ વર્ષના બજેટ અંતર્ગત થયેલી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા માટે ઉચ્ચ સ્તરીય બેઠકો યોજવાના શરૂ કરેલા ઉપક્રમના બીજા તબકામાં એક જ દિવસમાં 16 વિભાગોની કામગીરી સમીક્ષા હાથ ધરી હતી.આ સંદર્ભમાં તેમણે શુક્રવારે સમગ્ર દિવસ દરમિયાન વિભાગોના વરિષ્ઠ સચિવો અને વિભાગના વડાઓ સાથે શ્રેણીબદ્ધ બેઠકો યોજી હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 27 નવેમ્બરે આ શ્રૃંખલામાં બપોર પહેલાં નાણાં, માર્ગ અને મકાન, શહેરી વિકાસ, કૃષિ અને સહકાર, ઉદ્યોગ, અન્ન-નાગરિક પૂરવઠા, પંચાયત-ગ્રામ ગૃહ નિર્માણ, સામાજિક ન્યાય અને અધિકારીતા તથા આદિજાતિ વિકાસ વિભાગની કામગીરીની વિસ્તૃત સમીક્ષા હાથ ધરી હતી.

વિગતો પ્રેઝન્ટેશનના માધ્યમથી મુખ્યમંત્રીએ મેળવી

તેમણે બપોર બાદ અન્ય 7 વિભાગો પોર્ટ્સ, વન-પર્યાવરણ, સાયન્સ એન્ડ ટેક્નોલોજી, મહિલા અને બાળ કલ્યાણ, મહેસૂલ, રમત-ગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા ક્લાયમેટ ચેન્જની સમીક્ષા કરી હતી.આ બધા જ વિભાગોની પ્રવર્તમાન કામગીરી, બજેટના યોજનાકિય લક્ષ્યાંકો સામે થયેલી પ્રગતિ અને સિદ્ધિઓની વિગતો પ્રેઝન્ટેશનના માધ્યમથી મુખ્યમંત્રીએ મેળવી હતી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.આ સંદર્ભમાં તેમણે બુધવારે 25મી નવેમ્બરે વિભાગોના વરિષ્ઠ સચિવો અને વિભાગના વડાઓ સાથે શ્રેણીબદ્ધ બેઠકો યોજી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અન્વયે શિક્ષણ, આરોગ્ય, ગૃહ અને સામાન્ય વહિવટ વિભાગની કામગીરીની વિસ્તૃત સમીક્ષા હાથ ધરી હતી.

આ પણ વાંચોઃ Ahmedabadમાં NCBના સકંજામાં આવેલા હર્ષિલ પરીખના 3 દિવસના રિમાન્ડ મંજૂર! વધુ પૂછપરછનો ધમધમાટ શરૂ