મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિક્રમ સંવત 2083ના પ્રારંભ દિવસે તારીખ 10 નવેમ્બર મંગળવારે નાગરિકો સાથે નૂતન વર્ષાભિનંદન શુભેચ્છાઓનું આદાન પ્રદાન કરશે. મુખ્યમંત્રી મંગળવારે સવારે 7 કલાકે ગાંધીનગરમાં પંચદેવ મંદિરના દર્શન કરીને નૂતન વર્ષનો પ્રારંભ કરશે.તેઓ 7.30 વાગ્યે અડાલજ ખાતે ત્રિમંદિરમાં દર્શન પૂજન માટે જશે.
શાહીબાગ ખાતે નાગરિકોને નવા વર્ષની શુભેચ્છાઓ માટે મળશે
ત્યારબાદ તેઓ મંત્રીમંડળ નિવાસ સંકુલમાં આવેલા કોમ્યુનીટી સેન્ટર ખાતે સવારે 8.00 કલાકે નાગરિકો-પ્રજાજનો સાથે નૂતન વર્ષ નિમિત્તે શુભેચ્છાઓની આપ-લે કરશે.મુખ્યમંત્રી ત્યાર બાદ 8.50 કલાકે રાજ ભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવવા જશે.ભૂપેન્દ્ર પટેલ સવારે 10.30 કલાકે અમદાવાદમાં એનેક્ષી સ્ટેટ ગેસ્ટ હાઉસ, શાહીબાગ ખાતે નાગરિકોને નવા વર્ષની શુભેચ્છાઓ માટે મળશે.
