શિક્ષકો દ્વારા કરાવવામાં આવતા ટ્યૂશન મુદ્દે ફેડરેશન ઓફ એકેડમિક એસોસિએશન ગુજરાત દ્વારા રજૂઆત કરાઇ છે. ફેડરેશને કહ્યું છે કે શાળાના સમય દરમિયાન શિક્ષકો ટ્યુશન ના કરાવી શકે. વાલી અને વિદ્યાર્થીઓને લૂંટવાનું આ કાવતરું છે.


શાળા સમય દરમિયાન શિક્ષકો ટ્યૂશન ન કરાવી શકે

શિક્ષકો દ્વારા કરાવવામાં આવતા ટ્યૂશન મુદ્દે ફેડરેશન ઓફ એકેડમિક એસોસિએશન ગુજરાત દ્વારા મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને રજૂઆત કરાઇ છે. ફેડરેશનના પ્રમુખ હેમાંગ રાવલ દ્વારા રજૂઆત કરાઇ હતી કે શાળા સમય દરમિયાન શિક્ષકો ટ્યૂશન ન કરાવી શકે અને આ વાલી અને વિદ્યાર્થીઓને લૂંટવાનું આ કાવતરું છે.

ડે સ્કૂલ જેવો કોઇ કન્સેપ્ટ જ નથી

તેમણે રજૂઆત કરી કે શાળાઓમાં માત્ર હાજરી પૂરાય છે. શાળાના શિક્ષકો લાખોની ફી ઉઘરાવે છે. તેમણે કહ્યું કે ડે સ્કૂલ જેવો કોઇ કન્સેપ્ટ જ નથી. તેમણે ચીમકી આપી હતી કે જો સરકાર કાર્યવાહી નહીં કરે તો જનતા રેડ કરીશું.


  • Follow us on: