ગાંધીનગર તકેદારી આયોગ દ્વારા વર્ષ 2026નો વિસ્તૃત અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે. અહેવાલ મુજબ, 30 સપ્ટેમ્બર 2026 સુધીમાં આયોગને કુલ 6,396 ફરિયાદો મળી છે. જ્યારે વર્ષ 2025માં આયોગને કુલ 6,351 ફરિયાદો મળી હતી. આ આંકડા દર્શાવે છે કે તકેદારી આયોગ સમક્ષ ભ્રષ્ટાચાર સંબંધિત ફરિયાદોમાં વધારો થયો છે.

શહેરી વિકાસ વિભાગ સામે સૌથી વધુ ફરિયાદો

વર્ષ 2025માં વિભાગવાર મળેલી ફરિયાદોમાં સૌથી વધુ ફરિયાદો શહેરી વિકાસ અને ગૃહનિર્માણ વિભાગ સામે નોંધાઈ હતી. આ વિભાગ સામે કુલ 1,275 ફરિયાદો મળી હતી. ત્યારબાદ મહેસૂલ વિભાગ સામે 920 ફરિયાદો નોંધાઈ હતી.

પંચાયત અને ગૃહ વિભાગ સામે પણ 813 ફરિયાદો

પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ સામે કુલ 813 ફરિયાદો મળી હતી. ગૃહ વિભાગ અંતર્ગત પણ આયોગ સમક્ષ 813 ફરિયાદો નોંધાઈ હતી. માર્ગ અને મકાન વિભાગ સામે 264 ફરિયાદો, જ્યારે શિક્ષણ વિભાગ સામે 233 ફરિયાદો મળી હતી.

નિવૃત્તિના વર્ષમાં અધિકારીઓ સામે 66 ફરિયાદો

અહેવાલમાં નિવૃત્તિના વર્ષમાં કર્મચારી કે અધિકારી સામે મળેલી ફરિયાદોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વર્ષ 2021 પછી નિવૃત્તિના વર્ષ દરમિયાન અધિકારીઓ અને કર્મચારીઓ સામે મળેલા કેસોની સંખ્યા સૌથી વધુ રહી હોવાનું જણાવાયું છે. વર્ષ 2025માં નિવૃત્તિના વર્ષમાં કર્મચારી કે અધિકારી સામે તકેદારી આયોગને કુલ 66 ફરિયાદો મળી હતી.

વિભાગવાર વિગતો રજૂ 

તકેદારી આયોગ દ્વારા જાહેર કરાયેલા વિસ્તૃત અહેવાલમાં ફરિયાદોની સંખ્યા અને વિભાગવાર વિગતો રજૂ કરવામાં આવી છે.  


આ પણ વાંચો :    Delhi : પ્રણવ મુખર્જી વડાપ્રધાન બનવા ઇચ્છતા હતા તો તેમાં ખોટું શું? શર્મિષ્ઠા મુખર્જીએ સોનિયા ગાંધીને આપ્યો જવાબ