અમદાવાદની શાળાઓમાં આજે બોમ્બની ધમકીનો મેઇલ મળતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. બોમ્બની ધમકીને પગલે સ્કવોડ દ્વારા તાત્કાલિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. જેના બાદ ગાંધીનગરમાં સચિવાલય પણ એલર્ટ. ગાંધીનગર સચિવાલયમાં સ્કવોડ દ્વારા ચેકિંગ હાથ ધરાયું. સચિવાલયમાં સુરક્ષામાં વધારો કરાયો. ગુજરાતમાં આજે અમદાવાદ અને ગાંધીનગરની શાળાઓમાં બોમ્બ બ્લાસ્ટની ઈ-મેઈલ ધમકી મળતા એલર્ટની સ્થિતિ છે. બોમ્બ ધમકી બાદ સુરક્ષાના ભાગરૂપે અમદાવાદની અનેક શાળાઓએ સ્વૈચ્છિક રજા જાહેર કરી છે. તંત્ર દ્વારા શાળાઓને વિદ્યાર્થીઓની સુરક્ષા મામલે તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે. 


સચિવાલય પર સુરક્ષા મામલે ચુસ્ત બંદોબસ્ત
દિલ્હી બાદ અમદાવાદમાં પણ શાળાઓને બોમ્બની ધમકીભર્યો ઈ-મેઇલ મળતા તંત્ર એલર્ટ થયું છે. અમદાવાદ નજીક રાજધાની ગાંધીનગર સચિવાલયમાં સુરક્ષા વધારવામાં આવી. સચિવાલયની આસપાસના વિસ્તાર ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો. સુરક્ષાના અગમચેતીના પગલાના રૂપે પોલીસ તંત્ર દ્વારા સચિવાલયમાં તપાસ હાથ ધરવામાં આવી છે. સચિવાલ બહારના રોડ પરના ફૂલના કુંડા પણ ચેક કરવામાં આવી રહ્યા છે. તેમજ અજાણ્યા અને શંકાસ્પદ લોકોની તપાસ કરવામાં આવી રહી છે. સચિવાલયમાં આજે સુરક્ષા ઘેરો કડક કરતા આવનજાવન કરતા તમામ લોકોની કડકપણે તપાસ થશે. પાટનગરમાં ખાનગી વાહનોનનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. શાળાઓને મળેલ ધમકી બાદ સચિવાલયમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 

બોમ્બની ધમકી બાદ અમદાવાદની શાળાઓમાં  રજા જાહેર 
શહેરમાં અગાઉ 12 શાળાઓને બોમ્બની ધમકી મળી હતી આ સંખ્યા વધી રહી છે. ચાંદખેડા વિસ્તારની ગ્લોબલ ઈન્ડિયન ઈન્ટરનેશનલ સ્કૂલ અને ગાંધીનગરના અડાલજ ખાતે આવેલી ડિવાઇન સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકી મળ્યાના સમચાર બાદ પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને અન્ય સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક ધોરણે શાળાઓમાં સઘન તપાસ હાથ શરૂ કરી હતી. હજુ સુધી કોઈ અઘટિત ઘટનાના સમાચાર સામે આવ્યા નથી. જો કે શાળાઓમાં સાવચેતીરૂપે ખાલી કરાવવાની કાર્યવાહી કરવામાં આવી છે. જેના કારણે બપોરે શરૂ થતી કેટલીક શાળા સંદતર બંધ રખાઈ છે. શાળાઓની મળતી બોમ્બ ધમકીને પગલે વહીવટી તંત્ર એકશનમાં આવતા તાત્કાલિક ધોરણે ઉચ્ચ સ્તરે તપાસ હાથ ધરી છે. દરમિયાન AMC દ્વારા નિયમો ભંગ કરાતી પ્રિ-સ્કૂલો સામે પણ કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. 

  • Follow us on: