ગાંધીનગરમાં હજું હમણાં જ નવા બનાવાયેલા મેટ્રો સ્ટેશનમાં તોડફોડ કરવામાં આવી છે જેના કારણે લોકોમાં ઉત્તેજના જોવા મળી રહી છે. 6 મહિનામાં એવું તો શું થયું કે તંત્રએ તોડફોડ કરવી પડી તે અંગે સવાલ ઉભા થયા છે. યોગ્ય રીતે આયોજન ના કરાયું હોવાથી આજે નવા જ મેટ્રો સ્ટેશનમાં તોડફોડ કરાઇ છે ત્યારે પ્રશ્ન એ છે કે આ કામગિરીમાં જે લાખો રુપિયાનો ખર્ચો થયો તે કોણ ભોગવશે.


 નવા બનેલા મેટ્રો સ્ટેશનમાં તોડફોડ

મળેલી માહિતી પ્રમાણે ગાંધીનગરમાં નવા બનેલા મેટ્રો સ્ટેશનમાં તોડફોડ કરવામાં આવી છે. સચિવાલય મેટ્રો સ્ટેશનની ફૂટપાથ, પગથિયાને જેસીબીની મદદથી તોડી દેવાની કામગિરી શરુ કરાઇ છે. ફૂટપાથ અને પગથિયા કેમ તોડાઇ રહ્યા છે તે વિશે લોકોમાં અનેક પ્રશ્નો ઉભા થયા છે

6 મહિના પહેલા જ આ મેટ્રો સ્ટેશન બનાવામાં આવ્યું

ઉલ્લેખનિય છે કે 6 મહિના પહેલા જ આ મેટ્રો સ્ટેશન બનાવામાં આવ્યું છે. ઉલ્લેખનિય છે કે હાલમાં મોટેરાથી ગાંધીનગર સેક્ટર 1 સુધી મેટ્રો સેવા ચાલી રહી છે જેમાં સચિવાયલ મેટ્રો સ્ટેશન મુખ્ય છે કારણ કે અનેક સરકારી કર્મચારીઓને આ મેટ્રોનો લાભ મળે છે ત્યારે આ જ મેટ્રો સ્ટેશનના પગથીયા અને ફૂટપાથ તોડવામાં આવતા લોકોને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.

કુલ નેટવર્કની લંબાઇ 68.28 કિમી

અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે જોડતા મેટ્રો રેલ સેવામાં કુલ નેટવર્કની લંબાઇ 68.28 કિમી છે અને આ પ્રોજેક્ટ 2 તબક્કામાં ચાલી રહ્યો છે. 

  • Follow us on: