ગુજરાતમાં ફરીવાર વહિવટી તંત્રમાં બદલીનો ગંજીફો ચીપાયો છે. રાજ્યમા ગેસ કેડરના વર્ગ-1ના 59 અધિકારીઓની બદલીનો આદેશ આપવામાં આવ્યો છે. જ્યારે સચિવાલયમાં ફરજ બજાવતા 23 ઉપસચિવોને હંગામી ધોરણે પ્રમોશન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત IAS સુનયના તોમરને સામાન્ય વહીવટ વિભાગના મુખ્ય સચિવ કમલ દયાણી નિવૃત થતા GADનો વધારાનો ચાર્જ સોંપાયો છે. GSFCના MDનો વધારાનો ચાર્જ સંજીવ કુમારને સોંપાયો છે.
23 ઉપસચિવોને હંગામી ધોરણે પ્રમોશન













