મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોની સમસ્યાઓને હંમેશાં પ્રાથમિકતા આપી તેમના ત્વરિત નિવારણ માટે પ્રતિબદ્ધતા દાખવી છે તેના ઉદાહરણો નવેમ્બર માસના રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં ગુરૂવાર તા.20 નવેમ્બરે જોવા મળ્યા હતા.આ રાજ્ય સ્વાગતમાં 70થી વધુ નાગરિકો પોતાની સમસ્યાની રજૂઆત માટે આવ્યા હતા તેમાંથી 4 જેટલા અરજદારોની રજૂઆતો મુખ્યમંત્રીએ રૂબરૂ સાંભળી હતી.


નિર્ણયનું અમલીકરણ અને સઘન મોનિટરીંગ

આ ઉપરાંત બાકિની રજૂઆતો મુખ્યમંત્રી જનસંપર્ક એકમના અધિકારીઓ દ્વારા સાંભળીને સંબંધિત વિભાગો તથા જિલ્લા સ્તરના અધિકારીઓને કાર્યવાહી માટે મોકલવામાં આવી હતી.રાજ્ય સરકાર દ્વારા યોજાયેલા નવેમ્બર માસના જિલ્લા સ્વાગતની 1156 જેટલી રજૂઆતોની નિરાકરણ કાર્યવાહી જિલ્લા કક્ષાએ કરવા માટે જરૂરી પગલા લેવામાં આવ્યા છે.મુખ્યમંત્રીએ સ્થાનિક કક્ષાએ તાલુકા અને જિલ્લા સ્વાગતની રજૂઆતો અંગે લેવાયેલા નિર્ણયનું અમલીકરણ અને સઘન મોનિટરીંગ થાય તે માટે જિલ્લા કલેક્ટરને સુચના આપી હતી.

તાલુકા અને જિલ્લાઓમાં રજૂઆતોની પડતર સંખ્યા વધુ

જે તાલુકા અને જિલ્લાઓમાં રજૂઆતોની પડતર સંખ્યા વધુ છે તેવા જિલ્લાઓમાં રજૂઆતોનો તાત્કાલિક નિકાલ કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા હતા.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરના અસાધારણ કમોસમી વરસાદને પગલે ખેડૂતોને થયેલા નુકસાન અંગે રાજ્ય સરકારે જાહેર કરેલી કૃષિ પેકેજ સહાય મેળવવામાં કોઈ ખેડૂતોને મુશ્કેલી ન પડે તે માટે વિશેષ કાળજી રાખવા રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરોને દિશાનિર્દેશ આપ્યા હતા.


આ પણ વાંચોઃ Gandhinagar : રાજ્યના આ 6 શહેર-જિલ્લાની જિલ્લા શિક્ષણાધિકારીઓની કચેરીઓનું વિભાજન કરાયું

  • Follow us on: