ગાંધીનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. ગાંધીનગર તાલુકાના સોનીપુર ગામની એક 7 વર્ષીય બાળકીને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું કરુણ મોત નીપજ્યું છે. બાળકમાં વાયરસની પુષ્ટિ થતાં પરિવારમાં ઘેરા શોકની કાળી ડિબ છવાઈ ગઈ છે અને સમગ્ર ગામમાં ફાફડાટ વ્યાપી ગયો છે.
બાળકીમાં ખેંચ અને મગજના તાવના હતા લક્ષણો
તબીબોના જણાવ્યા અનુસાર, માસૂમ બાળકીને હોસ્પિટલમાં લાવવામાં આવી ત્યારે તેમાં ખેંચ (આંચકી) આવવી અને મગજના તાવ (એન્સેફાલાઇટિસ) જેવા ચાંદીપુરા વાયરસના ગંભીર લક્ષણો જોવા મળ્યા હતા. બાળકીના સેમ્પલ લેબોરેટરી ચકાસણી અર્થે મોકલવામાં આવ્યા હતા, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હોસ્પિટલના સ્પેશિયલ વોર્ડમાં તેની ગંભીર સારવાર ચાલી રહી હતી, પરંતુ તમામ પ્રયાસો છતાં તેને બચાવી શકાઈ નહોતી.
