મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘‘ગુજરાત દીપોત્સવી અંક’’ વિક્રમ સંવત ૨૦૮૧નું વિમોચન ગાંધીનગરમાં કર્યું હતું. રાજ્યના માહિતી ખાતા દ્વારા દર વર્ષે પ્રકાશિત કરવામા આવતાં દીપોત્સવી અંકની પરંપરામાં આ વર્ષે ગુજરાતના સાહિત્ય, કલા, ઇતિહાસ, સાંસ્કૃતિક વિરાસત, સંસ્કાર વારસાને ‘ગુજરાત દીપોત્સવી અંક’ના માધ્યમથી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.
માહિતી નિયામક સહિતના અધિકારીઓ રહ્યાં હાજર
આ દીપોત્સવી અંકના વિમોચન અવસરે મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ, મુખ્યમંત્રીના અધિક અગ્રસચિવ અને માહિતી - પ્રસારણ વિભાગના સચિવ અવંતિકા સિંઘ, માહિતી નિયામક કે. એલ. બચાણી, અધિક માહિતી નિયામક અરવિંદભાઇ પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ વર્ષે ગુજરાત દીપોત્સવી–૨૦૮૧માં ગુજરાતના મુર્ધન્ય સાહિત્યકારોની સર્જનશીલ કલમે રજૂ થયેલા સાહિત્યની સૌરભથી વાચક મિત્રોનું મન પ્રફુલ્લિત બને તેવા ચિંતનાત્મક વિચારો, કાવ્યો, નવલિકાઓ, વિનોદિકાઓ, નાટિકાઓ સાથેનો સાહિત્ય રસથાળ પીરસવામાં આવ્યો છે.













