ગુજરાતના આર્થિક વિકાસને વૈશ્વિક મંચ પર નવી ઊંચાઈ આપવાના હેતુથી CM એ વોશિંગ્ટન ડીસી ખાતે વર્લ્ડ બેંકના વડામથકે યોજાયેલી ઉચ્ચસ્તરીય રાઉન્ડ ટેબલ બેઠકમાં હાજરી આપી હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતની આર્થિક છબીને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ મજબૂત કરવાનો અને રાજ્યમાં મોટા પાયે વિદેશી રોકાણો આકર્ષવાનો છે. બેઠક દરમિયાન ગુજરાતના આર્થિક મોડેલ અને ભવિષ્યના વિકાસ લક્ષ્યાંકો અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

CM Gujarat

ગિફ્ટ સિટીને ફિનટેક અને વૈશ્વિક ફાઇનાન્સિયલ હબ તરીકે વિશ્વ સમક્ષ મૂકાયું

બેઠકમાં ગાંધીનગર સ્થિત 'ગિફ્ટ સિટી'ને ગ્લોબલ ફાઇનાન્સિયલ સર્વિસિસ અને ઉભરતા ફિનટેક (FinTech) હબ તરીકે સફળતાપૂર્વક રજૂ કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા વર્લ્ડ બેંકના પ્રતિનિધિઓ સમક્ષ ગિફ્ટ સિટીમાં ઉપલબ્ધ આંતરરાષ્ટ્રીય સ્તરની ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ, ઉદ્યોગ-સાનુકૂળ નીતિઓ અને ટેકનોલોજીકલ ઇકોસિસ્ટમનું વિશેષ સાહિત્ય રજૂ કરાયું હતું, જેથી વૈશ્વિક નાણાકીય સંસ્થાઓ અહીં પોતાની ઉપસ્થિતિ નોંધાવવા પ્રેરાય.

CM Gujarat 02

આંતરરાષ્ટ્રીય ભાગીદારી વધશે

આ રાઉન્ડ ટેબલ બેઠકમાં વર્લ્ડ બેંકના સિનિયર અધિકારીઓ તેમજ વૈશ્વિક નાણાકીય ક્ષેત્રના અગ્રણીઓ અને નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા. મનનપૂર્વકના આ સંવાદથી આગામી દિવસોમાં ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય સ્તરની મોટો ભાગીદારીઓ અને રોકાણો વધવાની પ્રબળ સંભાવનાઓ સેવાઈ રહી છે. ગુજરાત આંતરરાષ્ટ્રીય રોકાણકારો માટે પ્રથમ પસંદગીનું સ્થળ બને તે દિશામાં આ મુલાકાત અત્યંત ફળદાયી સાબિત થશે.

આ પણ વાંચો : Gir Somnath News : વેરાવળના અધૂરા ઓવરબ્રિજ મુદ્દે સરકાર હરકતમાં, સાડાચાર વર્ષ બાદ કમિશનરે કરી સાઈટ વિઝિટ