ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ મોડી રાત્રે 4.40 કલાકે અમેરિકા અને કેનેડાના પ્રવાસે રવાના થશે. વર્ષ 2002 પછી અમેરિકાની મુલાકાતે જનારા તેઓ ગુજરાતના પ્રથમ CM બનશે. CM પટેલ અમદાવાદથી દુબઈ થઈને અમેરિકાના કેલિફોર્નિયા પહોંચશે. તેમની સાથે રાજ્યના ઉચ્ચ અધિકારીઓનું એક પ્રતિનિધિમંડળ પણ આ આંતરરાષ્ટ્રીય પ્રવાસમાં જોડાયું છે, જે 17 થી 24 ઓગસ્ટ દરમિયાન વિદેશી જમીન પર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.
વાયબ્રન્ટ ગુજરાત 2027 માટે યોજાશે ભવ્ય રોડશો
આ આંતરરાષ્ટ્રીય પ્રવાસનો મુખ્ય હેતુ 'વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027' માટે વિદેશી રોકાણકારોને આકર્ષવાનો છે. અમેરિકા અને કેનેડાના વિવિધ શહેરોમાં વાયબ્રન્ટ ગુજરાતના રોડશોનું આયોજન કરવામાં આવશે. CM પોતાના પ્રવાસ દરમિયાન વેપાર, ઉદ્યોગ અને ગૃહ ક્ષેત્રના અગ્રણીઓ તેમજ સ્થાનિક સરકારોના પ્રતિનિધિઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠકો યોજશે અને તેમને વાયબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે સત્તાવાર આમંત્રણ પાઠવશે.
