વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ના આયોજનને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા અત્યારથી જ પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વૈશ્વિક સ્તરે ઉદ્યોગકારો અને રોકાણકારોને ગુજરાતમાં રોકાણ કરવા માટે આમંત્રિત કરવા માટે રાજ્યના ઉચ્ચ નેતૃત્વ દ્વારા વિદેશી પ્રવાસોની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. આ સમિટના માધ્યમથી ગુજરાતને વૈશ્વિક વેપાર અને ઉદ્યોગનું હબ બનાવવા માટે સરકાર કટિબદ્ધ છે.
CM ભૂપેન્દ્ર પટેલનો અમેરિકા અને કેનેડા પ્રવાસ
આ આગામી વૈશ્વિક સમિટના પ્રચાર અને રોકાણ આકર્ષવા માટે CM ભૂપેન્દ્ર પટેલ આગામી 17 ઓગસ્ટના રોજ અમેરિકા અને કેનેડાના પ્રવાસે રવાના થશે. આ પ્રવાસ દરમિયાન તેઓ અમેરિકા અને કેનેડામાં સ્થિત અગ્રણી બિઝનેસ ઇન્ડસ્ટ્રીઝ, મોટા ઉદ્યોગપતિઓ અને ડાયસ્પોરા સાથે બેઠકો યોજશે. CM ત્યાંના અગ્રણી ઉદ્યોગગૃહોને વાઈબ્રન્ટ સમિટ 2027માં સત્તાવાર રીતે ભાગ લેવા અને ગુજરાતમાં ઉદ્યોગો સ્થાપવા માટે વિશેષ આમંત્રણ પાઠવશે.
