મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં રાજ્યના રોડ નેટવર્કને વધુ સંગીન બનાવવા સિમેન્ટ કોન્ક્રીટ રોડ નિર્માણનો માર્ગ મકાન વિભાગનો અભિગમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રસિદ્ધ જૈન તીર્થ ક્ષેત્ર મહૂડીને પીલવાઈ સાથે જોડતા 4.45 કિલોમીટર રોડને રૂપિયા 20 કરોડના ખર્ચે ફોર લેન થવાની કામગીરી પૂર્ણ થતા આ માર્ગનું રવિવારે લોકાર્પણ કર્યું હતું.
માર્ગોને નુકશાન થતું અટકાવવાનો અભિગમ માર્ગ મકાન વિભાગે અપનાવ્યો છે
આ માર્ગ ચારમાર્ગીય થવાથી મહૂડી તીર્થ ક્ષેત્રના દર્શને આવતા શ્રદ્ધાળુઓને વાહન યાતાયાતમાં વધુ સારી સુવિધા મળશે અને સમય તથા ઇંધણની બચત પણ થશે. એટલું જ નહીં ,અમદાવાદ-ગાંધીનગરથી વિજાપુરને જોડતા આ મુખ્ય માર્ગ ના વિસ્તૃતિકરણને કારણે ટ્રાફિકજામ થવાની સમસ્યા પણ હળવી થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં રોડ નેટવર્ક સંગીન અને સસ્ટેનેબલ બનાવવા માર્ગ અને મકાનને આપેલા દિશાનિર્દેશ અને માર્ગદર્શનમાં સિમેન્ટ કોંક્રીટના રોડ નિર્માણથી ચોમાસામાં વરસાદી પાણીની અસરોથી માર્ગોને નુકશાન થતું અટકાવવાનો અભિગમ માર્ગ મકાન વિભાગે અપનાવ્યો છે.
તારીખ 7 થી 15 ઓક્ટોબર રાજ્યવાપી વિકાસ સપ્તાહ ઉજવાઈ રહ્યું છે
તદ્દઅનુસાર, આ મહૂડી-પીલવઈ રોડ પણ સિમેન્ટ-ક્રોક્રિટનો અને મજબૂત ગુણવત્તાયુક્ત બનાવવામાં આવ્યો છે. આ ફોરલેન કામગીરી 10 મહિનામાં પૂર્ણ થઈ છે અને દિવાળીના તહેવારો પહેલા તેનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરતા આગામી કાળી ચૌદશે વિશાળ સંખ્યામાં મહૂડી મંદિર દર્શન માટે આવનારા યાત્રાળુઓને માટે વાહન વ્યવહાર સુલભ બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સેવા, સમર્પણ અને સુશાસનના 24 વર્ષ પૂર્ણ થઈ 25માં વર્ષમાં પ્રવેશ અવસરે તારીખ 7 થી 15 ઓક્ટોબર રાજ્યવાપી વિકાસ સપ્તાહ ઉજવાઈ રહ્યું છે.
આ વિકાસ સપ્તાહમાં રાજ્યભરમાં અનેકવિધ વિકાસ કામોના લોકાર્પણ થઈ રહ્યા છે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વિકાસ સપ્તાહ અંતર્ગત આ મહુડી-પીલવઈ માર્ગના વિસ્તૃતિકરણ કામનું લોકાર્પણ કર્યું હતું. આ અવસરે માણસાના ધારાસભ્ય જે. એસ. પટેલ તેમજ પદાધિકારીઓ અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સુપ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર મહુડીમાં ભગવાન ઘંટાકર્ણના દર્શન પૂજન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભગવાન ઘંટાકર્ણની આરતી, પૂજા-અર્ચના કરીને રાજ્યના નાગરિકોની સુખ-સમૃદ્ધિ, શાંતિ અને વિકાસ માટે પ્રાર્થના કરી.
રાજ્યના સૌ નાગરિકોની સુખ-સમૃદ્ધિ, શાંતિ અને વિકાસ માટે પ્રાર્થના કરી હતી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુપ્રસિદ્ધ જૈન તીર્થ સ્થળ મહુડી જિનાલયમાં ભગવાન ઘંટાકર્ણની આરતી, પૂજા-અર્ચના કરી ને રાજ્યની સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યમાં ચાલી રહેલા વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં વિકાસ રથના પ્રસ્થાન માટે મહુડીની હતા તે દરમ્યાન તેમણે મહુડી તીર્થ ક્ષેત્રમાં ભગવાન ઘંટાકર્ણના દર્શન કર્યા હતા તેમજ ભગવાન ઘંટાકર્ણની આરતી, પૂજા-અર્ચના કરીને રાજ્યના સૌ નાગરિકોની સુખ-સમૃદ્ધિ, શાંતિ અને વિકાસ માટે પ્રાર્થના કરી હતી.