દિવાળીમાં અજાણ્યા લોકોને ઘરકામ માટે બોલાવતા પહેલા તમારે સાવધાની રાખવી ખુબ જ જરુરી છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં એક ઘરમાં અજાણ્યા કામ કરનાર લોકોએ રિવોલ્વર સહિત દાગીનાની ચોરી કરી હોવાનુ સામે આવ્યું છે.


ઘરનો કેટલોક સામાન ગાયબ

ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં રાધે એમ્પાયરમાં રહેતા જશુબેન બારડે તેમની સોસાયટીમાં અલગ અલગ બે ઘરમાં કામ કરનારા અજાણ્યા લોકોને દિવાળીની સાફ-સફાઈ માટે પોતાના ઘરે બોલાવ્યા હતા. બે દિવસ ઘરમાં સાફ-સફાઈ બાદ સામાન પરત ગોઠવતી વખતે ધ્યાને આવ્યું કે ઘરનો કેટલોક સામાન ગાયબ થયેલો છે..

પરિવારે પોલીસનો સંપર્ક કર્યો

તેમણે આ મામલે કામવાળા લોકોની પણ પૂછપરછ કરી હતી.. જોકે આખરે પરિવારે પોલીસનો સંપર્ક કરી અને મામલાની જાણકારી આપી હતી.

પોલીસે આરોપીને પકડવા માટે છટકુ ગોઠવ્યું

પોલીસ અને ફરિયાદીએ વારંવાર આરોપીના ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો.આખરે ગાંધીનગર પોલીસે આરોપીને પકડવા માટે છટકુ ગોઠવી અજાણ્યા વ્યક્તિ પાસે કામ કરવા માટે ફોન કરાવ્યો અને આરોપી પકડાઈ ગયો હતો. જોકે તેની સાથે રહેલા અન્ય સાથીદારો હજુ પોલીસ પકડથી દૂર છે

આરોપી ને અમે કામ કરવા માટે ફોન કરી બોલાવ્યો

સમગ્ર કેસમાં સોસાયટીના સેક્રેટરી કે જેમણે અજાણ્યા વ્યક્તિ તરીકે આરોપીને ફોન કરી બોલાવ્યો હતો તેમણે કહ્યું કે આરોપી ને અમે કામ કરવા માટે ફોન કરી બોલાવ્યો અને પકડીને પોલીસને સોંપ્યો છે

અજાણ્યા લોકો સામે સાવચેત રહેવા માટે અપીલ

આખા ઘટના બાદ પરિવાર અને પોલીસ પણ લોકોને આવા અજાણ્યા લોકો સામે સાવચેત રહેવા માટે અપીલ કરે છે.. તહેવારોમાં અજાણ્યા લોકોને બોલાવતા પહેલા સાવચેત રહેવા અને કિંમતી સામાન યોગ્ય રીતે મૂકવા માટે અપીલ કરાઇ છે. 

  • Follow us on: