વાપીના ડુંગરા વિસ્તારમાં થોડા દિવસ અગાઉ ગુમ થયેલ દંપતીના કેસની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ગુમ થયેલા પતિ પત્નીની ઉત્તર પ્રદેશમાં હત્યા કરી દેવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. આ મામલે વલસાડ જિલ્લા પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે.


દુખન કપિલ સાવ અને તેમની પત્ની મુન્ની કુમારી સાવ ગુમ

ઔદ્યોગિકનગરી વાપીના છેવાડે આવેલા ડુંગરા વિસ્તારમાં ગઈ 24મી સપ્ટેમ્બર ના રોજ લવાછામાં રહેતા મૂળ પટનાના બિહારના વતની પત્ની એવા દુખન કપિલ સાવ અને તેમની પત્ની મુન્ની કુમારી સાવ ગુમ થયા હોવાની તેમના પરિવારજનોએ વાપીના ડુંગરા પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી હતી .

 યુપી અને પટના સુધીના રેલ્વે સ્ટેશન અને રૂટ પરના સીસીટીવી ફૂટેજ ખંગોળ્યા

આથી ડુંગરા પોલીસે આ મામલે ગંભીતાથી લઈ તપાસ શરૂ કરી હતી. અને જે જગ્યાએથી ગુમ થયા હતા ત્યાંથી આસપાસના સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસ સાથે પરિવારજનોની પૂછપરછ કરી સીસીટીવી ફૂટેજ ની તપાસ હાથ ધરી હતી.આ કેસમાં વલસાડ જિલ્લા પોલીસે વલસાડ જિલ્લા ઉપરાંત રાજ્યની હદ વિસ્તારના ગોધરા મધ્યપ્રદેશના બોર્ડર વિસ્તાર રતલામ રેલવે સ્ટેશન યુપી અને પટના સુધીના રેલ્વે સ્ટેશન અને રૂટ પરના સીસીટીવી ફૂટેજ ખંગોળ્યા હતા.

 વલસાડ જિલ્લા પોલીસે યુપી અને બિહારના 16 થી વધુ જિલ્લાઓની પોલીસનો સંપર્ક કર્યો

 વલસાડ જિલ્લા પોલીસે યુપી અને બિહારના 16 થી વધુ જિલ્લાઓની પોલીસનો સંપર્ક કરી ગણતરીના દિવસોમાં જ આ મામલે સફળતા મેળવી છે. પોલીસે ઉંડી તપાસ કરતાં ગુમ થયેલ મુન્ની કુમારી અને તેના પતિ ની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.

આશુતોષ પ્રેમ પ્રકાશ નિશાદ નામના એક આરોપીની ધરપકડ

આ મામલે પોલીસે સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેકનીકલ એનાલિસિસ ના આધારે અયોધ્યા નજીક આવેલા એક પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આશુતોષ પ્રેમ પ્રકાશ નિશાદ નામના એક આરોપીની ધરપકડ કરી હતી અને તેની આગવી ઢબે પૂછપરછ કરતાં ચોંકાવનારા ખુલાસા થયા હતા..

આશુતોષ કોઈ અન્ય નહીં પરંતુ મૃતક મુન્ની કુમારીનો ભાઈ

આરોપી ની ધરપકડ બાદ ચોંકાવનારા ખુલાસા થયા હતા .જે મુજબ આ દંપતીની હત્યા મામલે પોલીસના હાથે ઝડપાયેલા આરોપી આશુતોષ પ્રેમ પ્રકાશ નિશાદ કોઈ અન્ય નહીં પરંતુ મૃતક મુન્ની કુમારી નો ભાઈ જ હોવાનું બહાર આવ્યું હતું.

દંપતીની હત્યા મૃતક યુવતીના પરિવારજનો એ જ કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો

દંપતીની હત્યા મૃતક યુવતીના પરિવારજનો એ જ કરી હોવાનું ચોંકાવનારો ખુલાસો થયો હતો. આથી પોલીસે મૃતક મુન્ની કુમારીના પરિવારજનો મુકેશ કુમાર સાવ, રાકેશ કુમાર સાવ અવધેશકુમાર સાવ, મુન્ના દ્વારકા પ્રસાદ સાવ ને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

પરિવારજનોની મરજી વિરુદ્ધ પ્રેમ લગ્ન કર્યા હતા

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે મૃતક મુન્ની કુમારી અને તેના પતિ દુખન સાવ એ પરિવારજનોની મરજી વિરુદ્ધ પ્રેમ લગ્ન કર્યા હતા..આથી મુન્ની કુમારીના ભાઈ સહીત તેમના આખો પરિવાર સમસમી ગયો હતો. અને સમાજમાં આબરૂ અને વટ જાળવી રાખવા મૃતક દુખન સાવ અને અને મુન્ની કુમારીનું લવાછા અને ડુંગરા નજીક થી બળજબરી પૂર્વક અપહરણ કરી અને ટ્રેન મારફતે રતલામ લઈ ગયા હતા

દુખન સાવ અને મુન્ની કુમારીની ગોળીઓ મારી હત્યા

ત્યાંથી પટનામાં એક ખાનગી વાહનમાં લઈ જઈ મિરઝાપુર થી બોલાવેલ માણસોને સાથે રાખી ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લાની હદમાં દુખન સાવ અને મુન્ની કુમારીની ગોળીઓ મારી હત્યા નીપજાવી બંનેના મૃતદેહને અલગ અલગ જગ્યાએ ફેંકી અને ફરાર થઈ ગયા હતા..

ઓનર કિલિંગના મામલાનો પર્દાફાશ

પરિવારજનોની મરજી વિરુદ્ધ પ્રેમ લગ્ન કરનાર દંપતીઓના મામલામાં મોટેભાગે પરિણામ લોહિયાળ જ આવે છે. કેટલાક પરિવારજનો તેને સ્વીકારે છે. પરંતુ હજુ પણ સમાજમાં આબરૂ જવાના અને પોતાનો વટ જાળવી રાખવા મરજી વિરુદ્ધ લગ્ન કરતી યુવતી કે યુવકના પરિવારજનો જ હત્યા કરતા હોવાના બનાવ સામે આવી ચૂક્યા છે. વલસાડ જિલ્લા પોલીસે વાપીમાંથી અપહરણ થયેલા દંપતીના મામલે અનેક રાજ્યોમાં તપાસ કરી છેક યુપી થી આ કેસને આ ઓનર કિલિંગના મામલાનો પર્દાફાશ કર્યો છે ..

  • Follow us on: