વાપીના ડુંગરા વિસ્તારમાં જૂની અદાવતને કારણે એક યુવક પર જાહેરમાં હુમલો કરવાના મામલે પોલીસે કડક કાર્યવાહી કરી છે. પોલીસે આ ઘટનામાં સંડોવાયેલા 6 આરોપીઓની ધરપકડ કરી છે અને તેમને કાયદાનું ભાન કરાવવા માટે જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. વાપીના ડુંગરા વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વોએ જૂની અદાવતની દાઝ રાખીને એક યુવક પર હથિયારો વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો.
ડુંગરા વિસ્તારમાં યુવક પર થયો હતો હુમલો
આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જોકે પોલીસને જાણ થતાં જ ડુંગરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક હરકતમાં આવ્યો હતો અને ગણતરીના કલાકોમાં જ હુમલાખોરોને ઝડપી પાડ્યા હતા. પોલીસે હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ અસામાજિક તત્વોને સબક શીખવવા અને લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા માટે પોલીસે એક અનોખો અભિગમ અપનાવ્યો.













