વલસાડ જિલ્લાના વાપી GIDC વિસ્તારમાં એક ભીષણ આગનો બનાવ સામે આવ્યો છે. વાપી GIDCની એન. આર. અગ્રવાલ યુનિટ-1માં અચાનક આગ લાગતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ છે. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે.
એન. આર. અગ્રવાલ યુનિટ 1માં લાગી આગ
આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પરંતુ આગના કારણે આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. જેને કારણે દૂર દૂર સુધીના વિસ્તારમાં ગભરાટનું વાતાવરણ ફેલાયું હતું. આગની ઘટનાની ગંભીરતા જોતા GIDC પોલીસ પણ તાત્કાલિક જ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે સ્થળ પર હાજર લોકોને સલામત અંતરે ખસેડવાનું કામ શરૂ કર્યું હતું અને ટ્રાફિકનું સંચાલન કરીને ફાયર ફાઇટર્સને મદદ કરી હતી.













