વાપીમાં પ્રેમપ્રકરણને કારણે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક યુવતી અને તેના પ્રેમીની હત્યા કરવામાં આવી છે. આ ઘટનામાં યુવતીના પૂર્વ પ્રેમીએ હુમલો કર્યો હતો. જેના પરિણામે બે નિર્દોષ જીવ હોમાયા છે. યુવતીએ તેના પૂર્વ પ્રેમી સાથે સંબંધ તોડીને અન્ય એક યુવક સાથે પ્રેમ સંબંધ બાંધ્યો હતો. તાજેતરમાં યુવતીએ તેના નવા પ્રેમી સાથેનો ફોટો મોબાઇલમાં સ્ટેટસ તરીકે મૂક્યો હતો.
પૂર્વ પ્રેમીએ યુવતી અને તેના પ્રેમી સાથે કરી હતી મારામારી
આ વાતની જાણ થતાં પૂર્વ પ્રેમીને માઠું લાગ્યું હતું અને તે ગુસ્સે ભરાયો હતો. આજે પૂર્વ પ્રેમીએ યુવતી અને તેના નવા પ્રેમીને શોધીને તેમની સાથે મારામારી શરૂ કરી. આ મારામારી દરમિયાન તેણે ચાકુ કાઢીને યુવતી અને તેના પ્રેમી પર જીવલેણ હુમલો કર્યો. ચાકુના ઘા વાગતાં પ્રેમીનું ઘટનાસ્થળે જ ગંભીર ઈજાઓને કારણે મૃત્યુ થયું હતું. આ હુમલામાં યુવતી પણ ગંભીર રીતે ઘાયલ થઈ હતી. તેને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.













