વલસાડ જિલ્લાના વાપીમાં બનેલા એક હિટ એન્ડ રન કેસના સીસીટીવી ફૂટેજ સામે આવતા ભારે ચકચાર મચી ગઈ છે. આ ઘટનામાં દમણના એક કોન્ટ્રાક્ટરે પોતાની કારથી બે લોકોને ગંભીર રીતે અડફેટે લીધા હતા. જેમાં એક વેપારીનું કરુણ મોત નિપજ્યું છે. પોલીસે આ મામલે આરોપી કારચાલક સૂર્યનાથ રાયની ધરપકડ કરી છે.


દમણના કોન્ટ્રાક્ટરની કારે બે લોકોને ઉડાવ્યા હતા

વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક કાર પૂરપાટ ઝડપે આવીને રસ્તા પરથી પસાર થઈ રહેલા બે લોકોને જોરદાર ટક્કર મારે છે. આ દ્રશ્યો એટલા ભયાનક છે કે તે જોનારના રુવાડા ઊભા થઈ જાય. હિટ એન્ડ રનમાં ઇજાગ્રસ્ત થયેલા એક વેપારીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપી કારચાલક સૂર્યનાથ રાયને ઝડપી પાડ્યો હતો.

પોલીસે મનુષ્યવધ, ડ્રિક એન્ડ ડ્રાઇવનો નોંધ્યો કેસ 

પોલીસની તપાસમાં ડ્રિન્ક એન્ડ ડ્રાઇવનો મામલો પણ સામે આવ્યો છે. પોલીસે આરોપી સામે મનુષ્યવધ અને ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ ઘટનાએ ફરી એકવાર બેફામ વાહનચાલકોની બેદરકારી અને નશો કરીને વાહન ચલાવવાના ગંભીર પરિણામોને ઉજાગર કર્યા છે. પોલીસે આ મામલે કડક કાર્યવાહી કરીને દાખલો બેસાડવો જોઈએ જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને.


  • Follow us on: