વલસાડના વાપીમાં પુત્રએ પિતાની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. કરવડમાં પત્નીની છેડતી કરતા પિતાની હત્યા કરવામાં આવી છે. છેડતીને લઇ થોડા દિવસ પહેલા ઝઘડો થયો હતો. મૃતક પીતાંબર ઝાનો મૃતદેહ તળાવમાંથી મળી આવ્યો છે. પિતાની હત્યા કર્યા બાદ હત્યારો પુત્ર ફરાર થયો છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વાપીમાં પુત્રએ પિતાની હત્યા કરી













