વાપીમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે અને વાપીમાં યુવક પર હથિયાર વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે, ડુંગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હુમલો કરવામાં આવ્યા છે, યુવકને મોઢા અને માથાના ભાગે ઈજા પહોંચી છે, તો બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે, સ્થાનિકોનું કહેવું છે કે, જે જગ્યા પર આતંક મચાવ્યો ત્યાં પોલીસ સરઘસ કાઢે અને આરોપીને પણ ફટકારે જાહેરમાં તેવી માગ ઉઠી છે. અસામાજિક તત્વો સામે પોલીસે લાલ આંખ કરવી જરૂરી છે.
વાપીમાં 5 યુવકોએ હથિયારો સાથે મચાવ્યો આતંક
વાપીમાં 5 યુવકોએ હથિયારો સાથે આતંક મચાવ્યો છે, રાત્રિના સમયે જાહેર રોડ પર હથિયાર સાથે આતંક મચાવ્યો હતો, લોકો પણ આ તમાશો શાંતિથી જોતા હતા, તો ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે ખસેડયો છે અને પોલીસે ફરિયાદ નોંધી છે, સમગ્ર ઘટનામાં 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, અમુક લોકો ગભરાઈ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી, ત્યારબાદ પોલીસે પણ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. ઈજાગ્રસ્ત યુવકને વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે.













