ગુજરાતમાં ફરજિયાત હેલ્મેટનો કાયદો અમલી કરી દેવાયો છે. આ ઉપરાંત ટ્રાફિક ભંગના કેસોમાં કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે. ત્યારે ગાંધીનગરમાં ટ્રાફિકનો નિયમ ભંગ કરનાર સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પાંચથી વધુ વખત નિયમ ભંગ કરનાર સામે ટ્રાફિક તંત્ર એક્શનમાં આવ્યું છે. વારંવાર નિયમો તોડતા વાહનચાલકો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
ટ્રાફિક નિયમોનો ભંગ કરવા બદલ કાર્યવાહી
ગાંધીનગરમાં વારંવાર ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા લોકો સામે પોલીસ અને આરટીઓ તંત્ર એક્શનમાં આવ્યું છે. સતત નિયમો તોડતા 525 લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે. આ લોકોને નોટીસ આપવામાં આવશે. પોલીસ દ્વારા કંટ્રોલ રૂમથી ઈ-ચલણ ઈશ્યૂ કરવામાં આવે છે. એકના એક વાહન ચાલક દ્વારા પાંચ વખતથી વધુ ટ્રાફિક નિયમોનો ભંગ કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી છે.













