ગુજરાતમાં અનેક ઠેકાણે વિકાસ કામો થઈ રહ્યાં છે. રાજ્યમાં સરકાર દ્વારા અનેક પ્રોજેક્ટોનું કામ ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટની કામગીરીનો રિવ્યૂ લેવા માટે મુખ્યમંત્રીએ અન્ય મંત્રીઓને સૂચના આપી છે. આ ઉપરાંત રાજ્યમાં ચોમાસામાં તૂટેલા રોડની સમીક્ષા કરવા પણ મુખ્યમંત્રી દ્વારા સૂચના આપવામાં આવી હોવાનું પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું.


મુખ્યમંત્રી દ્વારા અન્ય મંત્રીઓને સૂચના આપવામાં આવી

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આજે કેબિનેટની બેઠક બાદ પત્રકારોને સંબોધિત કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં ચાલી રહેલા વિશેષ કામો અને પ્રોજેક્ટોની કામગીરીનો રિવ્યૂ લેવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અન્ય મંત્રીઓને સૂચના આપવામાં આવી છે. મુખ્યમંત્રીએ અન્ય મંત્રીઓને સોમ અને મંગળ બે દિવસ સરકારી બેઠકો નહીં રાખવા અનુરોધ કર્યો છે. જ્યારે પ્રભારી મંત્રીઓને 30 નવેમ્બર સુધી તેમના જિલ્લામાં બેઠકો લેવા માટે સૂચના આપી છે.

ચોમાસાથી થયેલ રસ્તાઓની સમીક્ષા કરવા સૂચના

રાજ્યમાં ચોમાસાના કારણે રોડ અને રસ્તા તૂટી ગયા છે. આ રસ્તામાં થયેલા નુકસાનની સમીક્ષા કરવા પણ મંત્રીઓને સૂચના આપવામાં આવી છે. રોડ અને રસ્તાના કામની ગુણવત્તામાં કોઈ બાંધછોડ ચલાવી નહીં લેવાય. રોડના કામ સહિતના સરકારી પ્રોજેક્ટોમાં ગુણવત્તાનો સવાલ ઉભો થતો હશે તો જવાબદારો સામે કડક પગલાં લેવા માટે પણ મુખ્યમંત્રીએ સૂચના આપી છે.


  • Follow us on: