વિકાસ કમિશનરની કચેરી દ્વારા પ્રતિનિયુક્તિ (ડેપ્યુટેશન)થી કર્મચારીઓ મેળવવા માટેની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત નાયબ ચીટનીશ, નાયબ હિસાબનીશ, સિનિયર ક્લાર્ક તેમજ અધિક મદદનીશ ઇજનેર (સિવિલ) વર્ગ-3 ની વિવિધ જગ્યાઓ ભરવામાં આવશે. આ અંગે વિકાસ કમિશનર કચેરી દ્વારા રાજ્યના તમામ જિલ્લા વિકાસ અધિકારીઓ (DDO) ને સત્તાવાર સૂચનાપત્ર પાઠવીને જાણ કરવામાં આવી છે.
જિલ્લા પંચાયતના કર્મચારીઓ કરી શકશે અરજી, કોમ્પ્યુટર જ્ઞાન જરૂરી
આ પ્રતિનિયુક્તિ માટે જિલ્લા પંચાયત હેઠળ સેવા આપતા કર્મચારીઓ અરજી કરવા પાત્ર રહેશે. અરજી કરનાર કર્મચારી સામે કોઈ પ્રાથમિક કે ખાતાકીય તપાસ ચાલુ ન હોવી જોઈએ તે ખાસ પાત્રતા નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત, કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા કર્મચારીઓને આ પસંદગી પ્રક્રિયામાં વિશેષ પ્રાથમિકતા આપવામાં આવશે.
