રાજ્યમા ગત ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં થયેલા ભારે વરસાદથી ખેતી, પશુઓ અને લોકોના મકાનો સહિત ઘરવખરીને ભારે નુકસાન થયું હતું. આ નુકસાનના વળતર પેટે અસરગ્રસ્ત ખેડૂતોને સહાય પેટે SDRFની જોગવાઈ મુજબ 563 કરોડ અને રાજ્ય બજેટમાંથી કુલ 384 કરોડ રૂપિયાની વધારાની સહાય ઉમેરી 947 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરાયું હતું.રાજ્ય સરકાર દ્વારા પાંચ જિલ્લાઓના 18 તાલુકાઓના નુકસાનગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવાશે.


રાજ્ય સરકારે 947 કરોડના પેકેજનો આખરે ઠરાવ કર્યો

ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, વાવ થરાદ, પંચમહાલ અને જૂનાગઢ અને કચ્છ જિલ્લાને પૂર નુકસાની માટેની સહાય મળશે. રાજ્ય સરકારે આ સહાય ચૂકવવા માટે આખરે ઠરાવ કરી દીધો છે. આ ઠરાવ પ્રમાણે જે વિસ્તારમાં પાણી ભરાયેલા હશે તો જમીન સુધારણા સહાય પણ ચૂકવવામાં આવશે. સરકાર દ્વારા જે પાંચ જિલ્લાને સહાય આપવા માટે ઠરાવ કર્યો છે.રાજ્ય સરકારે 947 કરોડના પેકેજનો આખરે ઠરાવ કર્યો છે.

જમીન સુધારણા સહાય પણ ચૂકવવામાં આવશે

રાજ્ય સરકારે કરેલા ઠરાવમાં વાવ થરાદના 298, પાટણના 221, કચ્છના 169, જૂનાગઢના 106 અને પંચમહાલ જિલ્લામાં 10 ગામોનો સમાવેશ થાય છે. આ સહાય લેવા માટે ખેડૂતો વીસીઇ મારફતે આવતીકાલથી અરજી કરી શકશે. આગામી 15 દિવસ સુધી અરજી માટે પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવશે. પાટણ અને વાવ થરાદ જિલ્લાના ગામોમાં હજી પાણી ભરાયેલા હશે તો તેમને જમીન સુધારણા સહાય પણ ચૂકવવામાં આવશે.


  • Follow us on: