સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5માં અભ્યાસ કરનાર બાળકોને ધોરણ 6 થી 12 માટે આગળ અભ્યાસ માટે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજના અંતર્ગત સહાય આપવામાં આવે છે. ગુજરાતના અનેક બાળકો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. જેનાથી જે બાળકોના વાલીની આર્થીક પરિસ્થિતિ સારી નથી તેમને આ સહાય તેમના બાળકોને આગળ ભણાવવા માટે સહાય રૂપ બની રહેશે. સરકાર દ્વારા જે બાળકોના શિક્ષણ માટે જે સહાય આપવામાં આવી રહી છે જેનાથી બાળકોનું ભવિષ્ય ઉજ્વળ બનશે.
સ્કોલરશીપ યોજનામાં ₹5,000 થી લઈ ₹25,000 સુધીની અપાય છે સહાય
આ યોજના અંતરર્ગત દર વર્ષે પરીક્ષા મારફત 30,000 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવે છે. પસંદગી પામેલ સરકારી અથવા ગ્રાન્ટ-ઇન-એઇડ શાળાઓના વિદ્યાર્થીઓને ધોરણ 6-12 માટે વાર્ષિક ₹5,000 થી ₹7,000ની સ્કોલરશીપ આપવામાં આવે છે, જ્યારે ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓને ₹20,000 થી ₹25,000ની સુધીની સ્કોલરશિપ સહાય મળે છે. આ રકમ DBT દ્વારા સીધી વિદ્યાર્થીઓ અથવા તેમના માતાપિતાના ખાતામાં ટ્રાન્સફર થાય છે. જે અંગેની માહિતી જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ના આચાર્ય હાર્દિક જોશીએ આપી હતી.
આ યોજનાથી વિદ્યાર્થીઓના સપના થશે સાકાર
આ યોજનાનો લાભ મેળવનાર વિદ્યાર્થી મેહુલના સહાધ્યાયી રાવ માહિર વનરાજસિંહ અને દિવ્યજીત રાઠવા પણ આ યોજના અંતર્ગત આર્થિક સહાય મેળવી રહ્યા છે. રાવ માહિરનું સપનું છે કે તે ડોક્ટર બનવાની છે. જ્યારે દિવ્યજીત ભારતીય સેનામાં જોડાવવાના સપનાને સાકાર કરવા તેને આ યોજના મદદરુપ થઈ રહી છે. મુખ્યમંત્રીશ્રીની આ યોજના પ્રતિભાશાળી વિદ્યાર્થીના સપનાઓને આર્થિક ટેકો આપી તેમના ભવિષ્ય નિર્માણને પાંખો આપવાનું એક માધ્યમ બની છે. જે તેમના ભવિષ્યને એક ઉત્તમ દિશા આપશે. આ યોજના વિદ્યાર્થીઓને આગળ ભણવા માટે પ્રેરીત કરશે જે વિદ્યાર્થીઓના કુટુંબમાં આર્થિક તકલીફના કારણે આગળ ભણી શક્તા નથી તેઓને આ યોજનાના લાભ થકી ભણતર છૂટેશે નહી.