ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી હવે તેના મધ્ય તબક્કામાં પહોંચી ચૂકી છે અને તમામ રાજકીય પક્ષો પ્રચારમાં પૂરી તાકાત લગાવી રહ્યા છે. આ ચૂંટણી જંગ જીતવા માટે કોંગ્રેસે પ્રજાલક્ષી મુદ્દાઓને હથિયાર બનાવવાનું નક્કી કર્યું છે. આવતીકાલે બપોરે કોંગ્રેસ પક્ષ દ્વારા ગાંધીનગરના નાગરિકો માટે સત્તાવાર 'ચૂંટણી વચનપત્ર' (ચૂંટણીઢંઢેરો) જાહેર કરવામાં આવશે.

કોંગ્રેસ જાહેર કરશે ચૂંટણી 'વચનપત્ર'

કોંગ્રેસ પોતાના વચનપત્રમાં શહેરના વેપારીઓ અને નાના વ્યવસાયીઓને મોટો દિલાસો આપવા જઈ રહી છે. કોંગ્રેસ દ્વારા કોમર્શિયલ અને વ્યવસાયિક મિલકતોના ટેક્સમાં રાહત આપવાનું મહત્વનું વચન આપવામાં આવશે. આ ઉપરાંત, શહેરના તમામ રહીશોને ૨૪ કલાક પીવાનું શુદ્ધ અને પૂરતા પ્રેશરથી પાણી પૂરું પાડવાની ખાતરી પણ વચનપત્રમાં સ્થાન પામશે.

મિલકતવેરામાં રાહત અને 24 કલાક શુદ્ધ પાણીનું મુખ્ય આકર્ષણ

ગાંધીનગર શહેરના માળખાકીય પ્રશ્નોને આવરી લેતાં કોંગ્રેસ ડ્રેનેજ સુવિધાઓની યોગ્ય અને કાયમી મરામત, રસ્તાઓનું નવીનીકરણ કરીને 'ખાડામુક્ત ગાંધીનગર' બનાવવાની ખાતરી આપશે. તેમજ શહેરની સફાઈ વ્યવસ્થા અને કચરા નિકાલની કામગીરીમાં સુધારો કરવાની સાથે મહાનગરપાલિકાના વહીવટમાંથી ભ્રષ્ટાચાર સંપૂર્ણપણે નાબૂદ કરવાનું મોટું વચન નાગરિકોને આપશે.

આ પણ વાંચો:Surat: "કોરોનાથી મોત થયું" કહી અફવા ફેલાવી; જમાઈએ સાસુની હત્યા કરી ઘરમાં દાટી દીધા, 4 વર્ષ બાદ ખોદકામ કરતા મળ્યા અવશેષો