ગુજરાત પોલીસ દળમાં ટેકનિકલ સ્ટાફની ભરતી પ્રક્રિયાને ઝડપી બનાવવાના ભાગરૂપે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા એક મહત્વપૂર્ણ નોટિફિકેશન જારી કરવામાં આવ્યું છે. બોર્ડ દ્વારા પોલીસ સબ ઇન્સપેક્ટર (વાયરલેસ), ટેકનિકલ ઓપરેટર તેમજ પીએસઆઈ (મોટર ટ્રાન્સપોર્ટ) ની ભરતી પરીક્ષાઓનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડની પરીક્ષા તારીખ
રાજ્યભરમાંથી આ ટેકનિકલ જગ્યાઓ માટે અરજી કરનારા હજારો ઉમેદવારો માટે આ જાહેરાત અત્યંત મહત્વની સાબિત થશે. જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ, 23 ઓગસ્ટ 2026 ના રોજ PSI (Wireless), Technical Operator, PSI (Motor Transport) તેમજ Head Constable Driver Mechanic (Grade-I) ની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા એકસાથે યોજવામાં આવશે.
