રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ના અસરકારક અમલીકરણમાં ગુજરાતે વધુ એક સીમાચિહ્નરૂપ કામગીરી કરી છે.ડિજિટલ સર્વગ્રાહી પ્રગતિ પત્રક અમલમાં મૂકનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.ગુજરાતની આ નવીન પહેલને NCERT-PARAKH દ્વારા બિરદાવવામાં આવી છે.ગોવા, હિમાચલ પ્રદેશ અને મણિપુર સહિતના વિવિધ રાજ્યોના શિક્ષણ બોર્ડના અધિકારીઓ ગુજરાત- મોડેલનો અભ્યાસમાં રુચિ દાખવી અને આ અંગે આયોજિત વર્કશોપમાં જોડાયા હતા.
સંપૂર્ણ ડિજિટલ HPC સિસ્ટમ વિકસાવી
NEP-2020ની ભાવના અનુસાર હવે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન માત્ર પરીક્ષાના ગુણ સુધી મર્યાદિત નહીં રહે.HPC હેઠળ વિદ્યાર્થીના શૈક્ષણિક પ્રદર્શન સાથે સર્જનાત્મકતા, જીવનમૂલ્યો, સંવાદ કૌશલ્ય, રમતગમત, કલા, સામાજિક અને ભાવનાત્મક વિકાસ સહિત 360 ડિગ્રી સર્વાંગી વિકાસનું મૂલ્યાંકન કરવામાં આવશે. આ પ્રક્રિયામાં વિદ્યાર્થી, શિક્ષક, વાલી અને સહાધ્યાયીનું પણ યોગદાન રહેશે. રાજ્ય સરકારે પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપતા પરંપરાગત પ્રિન્ટેડ પ્રોગ્રેસ કાર્ડને બદલે સંપૂર્ણ ડિજિટલ HPC સિસ્ટમ વિકસાવી છે.
