આવતીકાલે પહેલી જુલાઈના રોજ ગાંધીનગરમાં ગુજરાત સરકારની કેબિનેટની બેઠક મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં રાજ્યની સાંપ્રત પરિસ્થિતિ પર ચર્ચા વિચારણા કરાશે. આ ઉપરાંત ચોમાસાની સ્થિતિ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગે પણ ચર્ચાઓ કરાશે. રાજ્યમાં હાલમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન અંગે પણ ચર્ચાઓ કરવામાં આવશે.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સ અંગે ચર્ચા
આવતીકાલે યોજાનારી કેબિનેટની બેઠકમાં રાજયમાં પૂર પ્રભાવિત જિલ્લામાં તંત્રની તૈયારીઓ કેવી છે તે અંગે પણ ચર્ચાઓ કરવામાં આવશે. સંભવિત અતિવૃષ્ટીમાં રાહત કાર્યોના આયોજનની પણ ચર્ચાઓ કરાશે. વાઈબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદોની પણ સમીક્ષા હાથ ધરાશે. રાજ્યમાં 2026-27ના બજેટમાં નવી યોજનાઓનો ફાસ્ટ ટ્રેક રિવ્યૂ કરાશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સ અંગે ચર્ચા કરાશે. તાજેતરમાં જાહેર થયેલી નવી ઔદ્યોગિક નીતિના અમલીકરણ અંગે ચર્ચાઓ કરાશે.













