દિવાળીના પર્વ પૂર્વે ગુજરાત સરકાર દ્વારા રાજ્યના કર્મચારીઓ માટે એક અત્યંત રાહત અને આનંદના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે વર્ગ-4 ના કર્મચારીઓને બોનસ આપવા અંગેનો સત્તાવાર ઠરાવ કર્યો છે. ગુજરાત સરકારના આ નિર્ણયથી હજારો વર્ગ-4ના કર્મચારીઓની દીવાળી વધુ આનંદમય બનશે અને તહેવારોની ઉજવણી ઉત્સાહપૂર્વક થઈ શકશે.

સળંગ 6 મહિનાની નોકરી પૂર્ણ કરનારા કર્મચારીઓને મળશે લાભ

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા ઠરાવ મુજબ, આ બોનસનો લાભ મેળવવા માટે કર્મચારીઓ માટે એક સામાન્ય પાત્રતા નક્કી કરવામાં આવી છે. જે કર્મચારીઓએ સરકારી સેવાઓમાં સળંગ 6 મહિનાની નોકરી પૂરી કરી લીધી હશે, તેઓ આ બોનસ મેળવવા માટે હકદાર બનશે. તહેવારોની મોસમમાં સરકારના આ પગલાથી કર્મચારીઓમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે.