ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા વહીવટી સરળતા અને જાહેર હિતને ધ્યાને રાખીને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત પંચાયત વિભાગ દ્વારા ગુજરાત વિકાસ સેવા, વર્ગ-2 સંવર્ગમાં ફરજ બજાવતા 6 તાલુકા વિકાસ અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલી કરીને નવી નિમણૂંક આપતી સત્તાવાર અધિસૂચના બહાર પાડવામાં આવી છે.

જાહેર હિત અને સ્વવિનંતીથી કરાઈ ફેરબદલી

આ વિશિષ્ટ બદલીઓમાં 4 અધિકારીઓની ફેરબદલી જાહેર હિતાર્થે કરવામાં આવી છે, જ્યારે 2 અધિકારીઓની બદલી તેમની સ્વવિનંતીના આધારે કરવામાં આવી છે. પંચાયત વિભાગની તાજેતરની અધિસૂચના મુજબ તમામ અધિકારીઓને સંબંધિત નિયંત્રણ અધિકારી દ્વારા તાત્કાલિક ફરજમુક્ત કરીને નવી જગ્યાએ હાજર થવા આદેશ અપાયા છે.

  • વિજયસિંહ બાબુજી પરમાર: તાલુકા વિકાસ અધિકારી, સિદ્ધપુર (જી. પાટણ) થી બદલી કરીને તાલુકા વિકાસ અધિકારી, માંગરોળ (જી. સુરત) ખાતે.   
  • હરદિપસિંહ છત્રસિંહ ધરીયા: તાલુકા વિકાસ અધિકારી, માંગરોળ (જી. સુરત) થી બદલી કરીને તાલુકા વિકાસ અધિકારી, સિદ્ધપુર (જી. પાટણ) ખાતે.   
  • ડો. પી. એસ. આસોડિયા: તાલુકા વિકાસ અધિકારી, ઉમરગામ/અંબિકા (જી. સુરત) થી બદલી કરીને તાલુકા વિકાસ અધિકારી, આહવા (જી. ડાંગ) ખાતે.   
  • પંકજકુમાર જોરાવરસિંહ મહિડા: તાલુકા વિકાસ અધિકારી, મહેમદાવાદ (જી. ખેડા) થી પ્રતિનિયુક્તિથી મદદનીશ વહીવટી અધિકારી, ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ, ગાંધીનગર ખાતે.   
  • ભાવનાબેન નાનજીભાઈ વાલેરા: તાલુકા વિકાસ અધિકારી, બગસરા (જી. અમરેલી) થી સ્વવિનંતીથી ચીટનીશ કમ તાલુકા વિકાસ અધિકારી (જ.દ.), જિલ્લા પંચાયત કચેરી, રાજકોટ ખાતે.   
  • મહેશ પરશોત્તમભાઈ વિરાણી: તાલુકા વિકાસ અધિકારી, શિનોર (જી. વડોદરા) થી સ્વવિનંતીથી ચીટનીશ કમ તાલુકા વિકાસ અધિકારી (જ.દ.), જિલ્લા પંચાયત કચેરી, વલસાડ ખાતે.   



આ પણ વાંચો: DyCM Harsh Sanghavi Japan Visit: જાપાનના પ્રવાસે જશે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, 'વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ'નો કરશે પ્રચાર-પ્રસાર