રાજ્ય સરકારના તથા પંચાયત વિભાગ હસ્તકના તમામ કર્મચારીઓ અધિકારીઓની સર્વિસ બુક સેવાપોથી અત્યાર સુધી ફિઝિકલ-હાર્ડકોપી તરીકે જળવાતી હતી.હવે આ સર્વિસ બુક ઓનલાઈન મુકાઈ રહી છે.કર્મયોગી પોર્ટલ ઉપર આ સર્વિસબુક નિભાવવામાં આવશે.નવા કેલેન્ડર વર્ષ 2027થી ઓનલાઈન થશે.નાણા વિભાગે તમામ વિભાગોના વડા અધિકારીઓને સૂચના આપી છે કે,તમામ અધિકારીઓ-કર્મીઓની સેવાકીય બાબતોની નોંધ પહેલી જાન્યુઆરી 2027થી કર્મયોગી પોર્ટલ ઉપર જ કરવાની રહેશે.
ફિઝિકલ કોપી કર્મીની છેલ્લી મૂળ કચેરીએ જાળવવાની રહેશે
આ તારીખ પહેલાની સર્વિસબુક ફિઝિકલ છે.આ ફિઝિકલ કોપીનું સ્કેનિંગ કરી ફિઝિકલ કોપી વિભાગના વડા અધિકારીઓએ પોતાની કસ્ટડીમાં લઈ જાળવવાની થશે અને જે તે કર્મચારીએ આ બાબતે તેમની સર્વિસ બુક અંગે ખાતરી કરી લેવાની રહેશે.ફિઝિકલ કોપીનું સ્કેનિંગ કરીને કર્મયોગી પોર્ટલ ઉપર અપલોડ કરવાનું કાર્ય HRMS પ્રમાણે કરવાનું રહેશે.ફિઝિકલ કોપી કર્મીની છેલ્લી મૂળ કચેરીએ જાળવવાની રહેશે.
