રાજ્ય સરકારે બહાર પાડેલા નવા ગેઝેટ અનુસાર લઘુમતી શાળાઓમાં હવે સીધી ભરતી કરી શકાશે નહીં.રાજ્ય સરકારે જાહેર કરેલા નિયમો મુજબ શિક્ષકોની પસંદગી પ્રક્રિયા માટે TAT એટલે કે શિક્ષક અભિયોગ્યતા કસોટીના ગુણ ફરજિયાત બનાવવામાં આવ્યા છે.ઉમેદવારો દ્વારા મેળવવામાં આવેલા TATના માર્ક્સના આધારે જ ચોક્કસ મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે. અગાઉ શાળાઓ પોતાની રીતે ભરતી કરતી હતી.પરંતુ હવે સમગ્ર મેરિટ માત્ર TAT પરીક્ષાના પરિણામ આધારે જ નક્કી થશે.આ નવા નિયમથી લઘુમતી શાળાઓમાં સંચાલકોની પસંદગી કરવાની આઝાદી પર કાયમી રોક લાગી ગઈ છે અને સરકારની ભૂમિકા નિર્ણાયક બની છે.

દસ્તાવેજો અને મેરિટની વિગતવાર ચકાસણી કરશે

શિક્ષકોની ભરતી પ્રક્રિયાનું પારદર્શક સંચાલન સુનિશ્ચિત કરવા માટે રાજ્ય કક્ષાએ ગાંધીનગરમાં એક વિશેષ સ્ક્રૂટિની કમિટીની રચના કરાશે.ગાંધીનગર ખાતે કાર્યરત થનારી આ સ્ક્રૂટિની કમિટી ઉમેદવારોના તમામ જરૂરી દસ્તાવેજો અને મેરિટની વિગતવાર ચકાસણી કરશે.આ સાથે જ સ્થાનિક સ્તરે રચાતી સિલેક્શન કમિટીમાં પણ સરકારી અધિકારીની ભૂમિકા સંપૂર્ણપણે ફરજિયાત બનાવવામાં આવી છે.સિલેક્શન કમિટીમાં સરકારી અધિકારીની ફરજિયાત ઉપસ્થિતિથી ભરતી પ્રક્રિયાનું સીધું મોનિટરિંગ થશે.સંચાલક મંડળ સરકારી અધિકારીની હાજરી વગર ભરતી કરી શકશે નહીં અને કમિટીના તમામ સભ્યોએ નિયમોનું ચુસ્ત પાલન કરવું પડશે.

લઘુમતી શાળાઓની આંતરિક વહીવટી સ્વાયત્તતા પર કાપ

રાજ્ય સરકારના નવા ગેઝેટથી લઘુમતી શાળાઓની આંતરિક વહીવટી સ્વાયત્તતા પર મોટો કાપ મુકાઈ ગયો છે.લઘુમતી શાળાઓમાં શિક્ષક ભરતી પ્રક્રિયામાં હવે સરકારનું સંપૂર્ણ પ્રભુત્વ અને નિયંત્રણ પ્રસ્થાપિત થઈ ચૂક્યું છે.ભરતીના તમામ અધિકારો સરકાર હસ્તક આવી જતાં લઘુમતી સંસ્થાઓ પાસે અગાઉ રહેલી ભરતીની તમામ સ્વાયત્તતા કાયમ માટે ખતમ થઈ ગઈ છે.રાજ્ય સરકાર દ્વારા લાગુ કરાયેલા આ નવા નિયમોથી ભરતી પ્રક્રિયાનું સમગ્ર માળખું હવે સરકારી તંત્રની સીધી દેખરેખ હેઠળ સંચાલિત થશે.શાળાઓમાં શિક્ષક ભરતી પારદર્શક બનાવવા સરકારે તમામ નિયંત્રણ પોતાના હાથમાં કેન્દ્રિત કરી લીધું છે.

આ પણ વાંચોઃ Ahmedabad News: પ્રદૂષણ ઘટાડવા AMCનો એક્શન પ્લાન, ઔદ્યોગિક ધુમાડા અને બાંધકામની ધૂળ પર ફોકસ કરાશે