રાજ્યમાં આગામી સમયમાં યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીઓને લઈને સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે. અગાઉના આયોજન મુજબ આવતીકાલે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થવાની હતી, પરંતુ વહીવટી કારણોસર તે મોકૂફ રાખવામાં આવી છે. ચૂંટણી તંત્ર દ્વારા મતદાર યાદી સુધારણા અને ચકાસણીની કામગીરી હજુ પૂર્ણ ન થઈ હોવાથી આવતીકાલે યાદી જાહેર કરવામાં આવશે નહીં, જેના કારણે ગ્રામ્ય રાજકારણમાં ભારે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
આવતા સપ્તાહે જાહેર થઈ શકે છે નવી યાદી
મળતી માહિતી મુજબ, આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવાની કામગીરી હવે આવતા 1 સપ્તાહ સુધી લંબાઈ શકે છે. ચૂંટણી અધિકારીઓ દ્વારા તમામ 100% વાંધા અને અરજીઓના નિકાલ બાદ જ અંતિમ યાદી બહાર પાડવાનો નિર્ણય લેવાયો છે. સંભવતઃ આગામી 7 દિવસની અંદર એટલે કે આવતા સપ્તાહે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.
