રાજ્યના નાગરિકો માટે સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન અને મજબૂત બનાવવાના હેતુસર ગૃહ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પોલીસ વિભાગમાં નવી 200 જગ્યાઓ ઊભી કરવામાં આવી છે, જેનાથી ગ્રામ્ય સ્તરે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સારી બનશે.
ગ્રામ્ય સુરક્ષા કવચ યોજના હેઠળ નવી જગ્યાઓ
રાજ્ય સરકારની ગ્રામ્ય સુરક્ષા કવચ યોજના અંતર્ગત આ નવી જગ્યાઓનું સર્જન કરવામાં આવ્યું છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામ્ય વિસ્તારો સુધી પોલીસ વહીવટી તંત્રને વધુ સક્રિય કરવાનો અને નાગરિકોને ઝડપી સુરક્ષા પૂરી પાડવાનો છે.

પોલીસ સ્ટેશનની આઉટ પોસ્ટ પર થશે પોસ્ટિંગ
મંજૂર કરવામાં આવેલી આ 200 નવી જગ્યાઓ પોલીસ સ્ટેશન અંતર્ગત આવતી આઉટ પોસ્ટ પર ફાળવવામાં આવશે. 200 આઉટ પોસ્ટ માટે ખાસ કરીને પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) સ્તરની જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે, જેથી આઉટ પોસ્ટ સ્તરે જ ગુનાખોરી પર અંકુશ મેળવી શકાય અને તપાસ ઝડપી બની શકે.

પીઆઈ બાદ હવે પીએસઆઈ સ્તરની જગ્યાઓનું માળખું
અગાઉ તમામ પોલીસ સ્ટેશનોને પીઆઈ (PI) સ્તરના કરવામાં આવ્યા બાદ, હવે સરકાર દ્વારા આઉટ પોસ્ટ સ્તરે પીએસઆઈ સ્તરની જગ્યાઓ ઊભી કરવામાં આવી છે. આ પગલાથી પોલીસ વિભાગનું વહીવટી માળખું વધુ મજબૂત થશે અને ગ્રામ્ય સ્તરે પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિ સુનિશ્ચિત થશે.






આ પણ વાંચો: Bharuch News: આમોદ-પાલેજ રોડ પર હિટ એન્ડ રનની ઘટનામાં એકનું મોત