ગુજરાત રાજ્યમાં પશુધન માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક કાયદાનો અમલ શરૂ થઈ ગયો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મંજૂરી આપતાં જ 'ગુજરાત પશુધન આહાર, મરઘાં-ચણ અને ખનિજ મિશ્રણ (ઉત્પાદન, સંગ્રહ, વિતરણ, વેચાણ અને ગુણવત્તા નિયંત્રણ) અધિનિયમ, 2026' આજથી જ સમગ્ર રાજ્યમાં વિધિવત રીતે અમલી બની ગયો છે.
મૂંગા પશુઓને મળશે શુદ્ધ અને સાત્વિક આહાર
તાજેતરમાં જ ગુજરાત વિધાનસભામાં પસાર કરવામાં આવેલા આ ખાસ વિધેયકનો મુખ્ય ઉદ્દેશ્ય મૂંગા પશુઓને ભેળસેળમુક્ત, શુદ્ધ અને યોગ્ય પોષણયુક્ત આહાર પૂરો પાડવાનો છે. આ કાયદાના અમલીકરણથી રાજ્યના કરોડો પશુધનના સ્વાસ્થ્યનું રક્ષણ થશે અને અશુદ્ધ કે ગુણવત્તાહીન ખાદ્ય સામગ્રીથી પશુઓમાં થતા રોગો અટકાવી શકાશે.
