ગુજરાતમાં માવઠાને કારણે ખેતરમાં તૈયાર થયેલો ઉભો પાક નિષ્ફળ ગયો છે. ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો છે. ત્યારે રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. કમોસમી વરસાદને પગલે રાજ્યમાં અનેક વિસ્તારોમાં ખેડૂતો અસરગ્રસ્ત થયાં છે. મુખ્યમંત્રીએ સિનિયર મંત્રીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં મંત્રીઓને અસરગ્રસ્ત જિલ્લાઓમાં જવા માટે સૂચના આપી હતી.
ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો
રાજ્યમાં થયેલા માવઠાને કારણે અનેક વિસ્તારોમાં રોડ અને રસ્તાને નુકસાન પહોંચ્યું છે. ક્યાંક કોઝવે પર પાણી ફરી વળ્યા છે તો ક્યાંક નદીના બ્રિજ પરનું ડાયવર્ઝન ધોવાઈ ગયું છે. રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેતી પાકને મોટું નુકસાન પહોંચ્યું છે. મગફળી, કપાસ, સોયાબિન, ડાંગર સહિતના પાકોનો સોથ વળી ગયો છે. તૈયાર થયેલો પાક ઉતારવાની તૈયારી હતી અને માવઠું થતાં ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે.













