રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીએ વિધાનસભામાં પૂછાયેલા ટી.પી. સ્કીમ સંદર્ભેના એક પ્રશ્નના ઉત્તરમાં સ્પષ્ટ પણે કહ્યું કે, રાજ્ય સરકાર પક્ષ-વિપક્ષ વિના રાજ્યની તમામ પ્રજાજનોના વિકાસ કાર્યોમાં અવિરત પણે કાર્ય કરી રહી છે.રાજ્યમાં વધતા જતા શહેરીકરણના પગલે સરકાર દ્વારા સુનોયિજીત પણે આયોજન હાથ ધરીને વિકાસ કાર્યો હાથ ધરાયા છે.
વર્ષ 2025 ના ફક્ત 8 મહિનામાં 95 જેટલી ટી.પી. સ્કીમ મંજૂર
પેટલાદના ધારાસભ્ય કમલેશ પટેલે શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગનો સવાલ કર્યો હતો કે, રાજ્યમાં સરકાર દ્વારા છેલ્લા બે વર્ષમાં કેટલી ટી.પી સ્કીમો મંજૂર કરવામાં આવી છે અને આ સ્કીમો પૈકી વર્ષ વાર કેટલી મુસદ્દા રૂપ, પ્રારંભિક અને આખરી સ્કીમને મંજૂરી આપવામાં આવી છે. તેમના જવાબમાં સરકારના મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 10 વર્ષમાં 776 જેટલી ટી.પી. સ્કીમ મંજૂર કરવામાં આવી છે. તેમાં પણ વર્ષ 2025 ના ફક્ત 8 મહિનામાં 95 જેટલી ટી.પી. સ્કીમ મંજૂર કરી છે. જેની કામગીરી યુધ્ધના ધોરણે ચાલુ છે.













