ગુજરાતમાં 2 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, આજે કચ્છમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, બનાસકાંઠા અને પાટણમાં વરસાદને લઈ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જે જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તે જિલ્લામાં 12 થી 20 ઈંચ વરસાદ ખાબકી શકે છે. રાજ્યમાં સવારે 6 વાગ્યાથી લઈને બપોરે બે વાગ્યા સુધીમાં 63 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.
બપોરે બે વાગ્યા સુધીમાં 63 તાલુકાઓમાં વરસાદ નોંધાયો
રાજ્યમાં સવારે 6 વાગ્યાથી લઈને બપોરે બે વાગ્યા સુધીમાં 63 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છના લખપતમાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે. રાપરમાં 4.45, ભાભરમાં 4.09, ગાંધીધામમાં 3.43, ભચાઉમાં 3.15,નખત્રાણામાં 2.99, સાંતલપુરમાં 2.95, ભુજમાં 2.64, અંજારમાં 2.36,રાધનપુરમાં 2.28 અને માળીયામાં 2.17 ઈંચ વરસાદ ખાબક્યો છે.













