ગુજરાતમાં 2 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, આજે કચ્છમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, બનાસકાંઠા અને પાટણમાં વરસાદને લઈ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જે જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તે જિલ્લામાં 12 થી 20 ઈંચ વરસાદ ખાબકી શકે છે.
બનાસકાંઠા અને પાટણમાં વરસાદને લઈ રેડ એલર્ટ અપાયું
બનાસકાંઠા અને પાટણમાં વરસાદને લઈ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, રેડ એલર્ટ જિલ્લાઓમાં 12થી 20 ઈંચ વરસાની આગાહી કરવામાં આવી છે, મહેસાણામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો સાબરકાંઠા, દ્વારકા, જામનગર, મહીસાગર, મોરબીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે અને રાજ્યમાં પોર્ટ વોર્નિંગ LCS 3 જાહેર કરાયું છે.
માછીમારોને દરિયો ના ખેડવા માટે સૂચના અપાઈ છે
હવામાન વિભાગે માછીમારોને દરિયો ના ખેડવા માટે સૂચના આપી છે, રાજયમાં બે દિવસ ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે, તો બે દિવસ બાદ વરસાદનું જોર ઘટી શકે છે, રાજ્યમાં ડીપ ડિપ્રેશનના કારણે આ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. પોર્ટ વોર્નિંગ એલસીએસ 3 (LCS3) પણ જાહેર કરવામાં આવ્યું છે. સવારના 6થી 12 વાગ્યા સુધીમાં રાજ્યના 56 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છના રાપરમાં 3.78 ઈંચ તો સૌથી ઓછો પંચમહાલના હાલોલમાં 1 મિમી વરસાદ નોંધાયો છે.
22 SDRFની ટીમો વિવિધ જિલ્લાઓમાં તૈનાત રાખવામાં આવી છે
રાજ્યના ૨૦૬ જળાશયો પૈકી ૧૨૩ ડેમ હાઈ એલર્ટ ઉપર છે જયારે ૨૦ ડેમ એલર્ટ ઉપર તથા ૧૪ ડેમ વોર્નીગ ઉપર છે. રાજ્યના ૨૦૩ જળાશયોમાં હાલ ૪૬,૭૯૨૦ એમ.સી.એફ.ટી જેટલો જળ સંગ્રહ થયો છે. જે કુલ સંગ્રહ શકિતના ૮૩.૮૭ ટકા જેટલો છે. રાજ્યમાં તા.૧-૬-૨૦૨૫ થી અત્યાર સુધીમાં ૫,૫૯૮ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે જયારે ૧૦૪૫ લોકોને રેસ્કયુ કરીને બચાવી લેવાયા છે. હાલ રાજ્યમાં ૧૨ એન.ડી. આર.એફની અને ૨૨ એસ.ડી.આર.એફની ટીમો વિવિધ જિલ્લાઓમાં તૈનાત રાખવામાં આવી છે.