ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે. આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા વરસાદને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ડિપ્રેશન સક્રિય થતાં હવામાન વિભાગે અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ જાહેર કર્યું
હવામાન વિભાગે ડિપ્રેશન સક્રિય થતાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત બનાસકાંઠા અને પાટણમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત મહેસાણા અને સાબરકાંઠામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.













