ગુજરાતમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે, ત્યારે 7 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીના આજે અત્યંત ભારે વરસાદ સાથે રેડ અલર્ટ આપવામાં આવ્યું છે, વડોદરા ભરૂચ સુરત નર્મદા અને છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ચાર વાગ્યા સુધીમાં 97 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો
રાજ્યમાં ચાર વાગ્યા સુધીમાં 97 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ વલસાડના ધરમપુરમાં 2.76 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સોનગઢમાં 2.44,વિસાવદરમાં 2.4,સુત્રાપાડામાં 2.09, ઉચ્છલ,પલસાણામાં 1.97,વ્યારામાં 1.89, તિલકવાડામાં 1.81, બારડોલી, ગણદેવી અને વેરાવળમાં 1.69, નવસારીમાં 1.65 અને સુરતના મહુવામાં 1.61 ઈંચ વરસાદ નોંધાયો છે.













