ગુજરાતમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે, ત્યારે 7 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીના આજે અત્યંત ભારે વરસાદ સાથે રેડ અલર્ટ આપવામાં આવ્યું છે, વડોદરા ભરૂચ સુરત નર્મદા અને છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.


આવતીકાલે આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ભાવનગર અને બોટાદમાં ઓરેન્જ એલર્ટ વરસાદને લઈ આપવામાં આવ્યું છે, તો બીજી તરફ અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં યલો એલર્ટ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 6 સપ્ટેમ્બરે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી અને, સુરેન્દ્રનગરમાં અત્યંત ભારે વારસાદ સાથે રેડ અલર્ટ આપવામાં આવ્યું છે.

આવતીકાલે આ જિલ્લામાં વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ આપ્યું છે

પાટણ, મોરબી, રાજકોટ, બોટાદ, ગાંધીનગર, ખેડા, મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, અમદાવાદ સહીત અન્ય જિલ્લાઓમાં યલો અલર્ટ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, 7 સપ્ટેમ્બરે કચ્છ, બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠામાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ અલર્ટની આગાહી આપવામાં આવી છે, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, ગાંધીનગર અને અરવલ્લીમાં આવતીકાલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ થઈ સક્રિય

પોર્ટ ઉપર LC3નું સિગ્નલ જાહેર કરાયું છે અને રાજ્યમાં હાલ 4 વરસાદી સિસ્ટમ સક્રિય છે, લો પ્રેશર સિસ્ટમ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશ, ટ્રફ લાઈન પસાર થતા વરસાદની આગાહી કરવામાં આવી છે, આગામી 5 દિવસ દરમિયાન રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે અને પવનની ગતિ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. આ ઉપરાંત, દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે આગામી 5 દિવસ સુધી પવન 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે.


  • Follow us on: