આજે રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં નર્મદા અને તાપી જિલ્લામાં વરસાદને લઈ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તો અન્ય જિલ્લામાં વરસાદને લઈ યલો અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. વેલ માર્ક લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન અને રાજયમાં મોન્સૂન ટ્રફના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં ચારથી 6 સપ્ટેમ્બરે ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે
બીજી તરફ ભારતના હવામાન વિભાગે ગુજરાતમાં સાતમી સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં સાતમી સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં 6 અને 7 સપ્ટેમ્બરે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં ચારથી 6 સપ્ટેમ્બરે ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે.













